નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ટોની ગ્રેગ (Tony Greig)ને 1980 અને 1990ના દાયકાવાળી પેઢી એક જાણીતા કોમેન્ટ્રેટર પર ઓળખે ચે. 7 વર્ષ પહેલા તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેમનો શાનદાર અવાજ આજે પણ લોકોના કાનોમાં સંભળાય છે. તેમનો જન્મ 6 ઓગસ્ટ 1946ના દક્ષિણ આફ્રિકાના ક્વીન્સટાઉનમાં થયો હતો. ગ્રેગના પિતા સ્કોટિશ હતા, આ માટે તેમને ઈંગ્લેન્ડ માટે રમવાની તક મળી હતી. તેમણે 58 મેચોના ટેસ્ટ કરિયરમાં 40.43ની એવરેજથી 3599 રન બનાવ્યા અને 141 વિકેટ સિવાય 22 વનડેમાં 269 રન બનાવ્યા અને 19 વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ તેમને જે પ્રદર્શન માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે તે છે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ શાનદાર બોલિંગ. વર્ષ 1974માં ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ગઈ હતી. પોર્ટ ઓફ સ્પેનમાં સિરીજની 5મી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 267 રન બનાવ્યા, જેના જવાબમાં વિન્ડીઝની પ્રથમ ઈનિંગ 305 રને સમાપ્ત થઈ હતી. આ દરમિયાન ટોનીએ 8 વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 263 રન પર ઓલઆઉટ થયું આ રીતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 226 રનનો લક્ષ્ય મળ્યો હતો.


ઈંગ્લેન્ડ તરફથી હવે તમામ જવાબદારી બોલરોની હતી. આશા કરવામાં આવી રહી હતી કે ટોની પોતાની પ્રથમ ઈનિંગ જેવું પ્રદર્શન કરશે, અને થયું પણ તેવું. વિન્ડીઝની એક બાદ એક વિકેટ પડવાનું શરૂ થયું. ટોનીની બોલિંગની મદદથી કેરેબિયન ટીમ 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોનીએ આ આ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી અને ઈંગ્લેન્ડને સિરીઝ ડ્રો કરાવવામાં મદદ કરી હતી. ટોનીએ પોતાના પ્રદર્શનથી ઈતિહાસ રચી દીધો હતો. 


ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ તેમણે કોમેન્ટ્રીને આજીવન કરિયર બનાવ્યું, તેમનો અવાજ ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત કરતો હતો, અને ક્રિકેટ ખેલાડી કરતા તેઓ કોમેન્ટ્રેટર તરીકે વધુ જાણીતા બન્યા હતા. વર્ષ 2012ના મધ્યમાં તેમને શરીરમાં સમસ્યા થવા લાગી, ઓક્ટોબર 2012માં ફેફસાનું કેન્સર હોવાનું સામે આવ્યું હતું. આ કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હતું અને હવે તેમના બચવાની કોઈ આશા નહતી. 29 ડિસેમ્બર 2012ના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા અને ક્રિકેટની દુનિયામાં શોકની લહેર દોડી ગઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર