ગુયાનાઃ વેસ્ટ ઈન્ડિઝમાં આજથી મહિલા ટી-20 વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમીને પોતાનો અભિયાનનો પ્રારંભ કરશે. ભારતીય ટીમને ગ્રુપ-બીમાં સ્થાન મળ્યું છે. તેમાં તેની સાથે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા છે. ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરી રહી છે. ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ ટી-20 વિશ્વ કપ જીતી શકી નથી. આ વખતે ભારતીય ટીમ મજબૂત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રુપ-બીઃ ભારત, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન


ભારતીય મહિલા ટીમની મેચનો સમય


તારીખ વિરુદ્ધ રાત્રે 8.30 કલાકે
9 નવેમ્બર     ન્યૂઝીલેન્ડ રાત્રે 8.30 કલાકે
11 નવેમ્બર પાકિસ્તાન રાત્રે 8.30 કલાકે
15 નવેમ્બર આયર્લેન્ડ     રાત્રે 8.30 કલાકે
17 નવેમ્બર ઓસ્ટ્રેલિયા રાત્રે 8.30 કલાકે

અત્યાર સુધીના ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન
વર્ષ 2009થી ટી-20 વિશ્વકપ રમવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ પાંચ ટી-20 વિશ્વકપ રમાઈ
ચુક્યા છે. ભારતીય ટીમનું વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સેમીફાઇનલ સુધીની સફર રહી છે. ભારતીય મહિલા ટીમ
2009 અને 2010માં સેમીફાઇનલ સુધી પહોંચી હતી.  


હાર-જીત
ભારતીય ટીમ ટી-20 વિશ્વકપમાં અત્યાર સુધી કુલ 21 મેચ રમી છે. જેમાં 9માં વિજય અને 12માં પરાજય થયો છે.ભારતીય ટીમની જીતની ટકાવારી 42.85 છે. 


વિશ્વકપ માટે ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), મિતાલી રાજ, જેમિમાહ રોડ્રિગેજ, વેદા કૃષ્ણામૂર્તિ, દીપ્તિ શર્મા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, ડી હેમલતા, માનસી જોશી, પૂજા વસ્ત્રાકર અને અરૂંધતિ રેડ્ડી. 


મેચનો સમય અને જીવંત પ્રસારણ
ભારતીય સમયાનુસાર આ મેચ રાત્રે 8.30 કલાકે શરૂ થશે. મેચનું જીવંત પ્રાસરણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક, હોટસ્ટાર અને ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકાશે.