World Cup 2019: આજે ભારતને મળશે વિશ્વ કપના 15 યોદ્ધા, બપોરે 3 કલાકે ટીમનું એલાન
ભારતના આગામી વિશ્વ કપ મિશનમાં ટીમ ઈન્ડિયામાં ક્યા ચહેરાને તક મળશે તેની સ્થિતિ આજે (15 એપ્રિલ) બપોરે 3 કલાકે સ્પષ્ટ થઈ જશે. અખિલ ભારતીય પસંદગી સમિતિ ટીમની જાહેરાત કરશે.
મુંબઈઃ ભારતના આગામી વિશ્વ કપ મિશનમાં ટીમ ઈન્ડિયામાં ક્યા ચહેરાને તક મળશે તેની સ્થિતિ આજે બપોરે 3 કલાકે સ્પષ્ટ થઈ જશે. અખિલ ભારતીય પસંદગી સમિતિ અહીં એક બેઠક યોજીને પહેલા ટીમની પસંદગી કરશે. ત્યારબાદ પત્રકાર પરિષદમાં ટીમની જાહેરાત કરવામાં આવશે.
બીસીસીઆઈની અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિ આ પત્રકાર પરિષદ પહેલા ટીમ પસંદગી માટે મુંબઈમાં બેઠક કરશે, જેમાં વિશ્વ કપમાં પસંદ થનારા ખેલાડીઓ પર ગહન વિચારણા થશે. આઈસીસી પુરૂષ ક્રિકેટ વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજીત થશે અને આ ટૂર્નામેન્ટ 14 જુલાઈ સુધી ચાલશે.
મહત્વપૂર્ણ છે કે આ મીટિંગ બાદ પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ભાગ લેશે નહીં. સામાન્ય રીતે ભારતીય ટીમના દરેક મોટા પ્રવાસ પહેલા ટીમ પસંદગી બાદ ભારતીય કેપ્ટન અને કોચ પત્રકાર પરિષદ કરે છે. વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાના સ્વરૂપ પર વાત કરીએ તો ટીમમાં તો ટીમમાં ખેલાડીઓના નામ સિલેક્શન કમિટીની સાથે સાથે કેપ્ટન અને કોચની નજરમાં લગભગ સાફ છે. ટીમમાં એક-બે સ્થાનને લઈને ચર્ચા છે, જેની તસ્વીર આજે સાફ થઈ જશે.
માનવામાં આવી રહ્યું છે કે, પસંદગી સમિતિને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, દિનેશ કાર્તિક અને ઓલરાઉન્ડર વિજય શંકરના નામ પર માથાકુટ કરવી પડી શકે છે. બાકી નામો લગભગ નક્કી છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદી અનુસાર આ કોન્ફરન્સમાં ખેલાડીઓના નામની જાહેરાત દરમિયાન બીસીસીઆઈના સચિવ અમિતાભ ચૌધરી અને પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ પત્રકાર પરિષદને સંબોધિત કરશે.
સંભવિત ટીમ
ખેલાડી જેની પસંદગી લગભગ નક્કી છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, વિજય શંકર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા.
15મો સભ્યઃ વિકલ્પ- બીજો વિકેટકીપરઃ રિષભ પંત/ દિનેશ કાર્તિક
ચોથો નંબરઃ અંબાતી રાયડૂ
ચોથો ફાસ્ટ બોલરઃ ઉમેશ યાદવ / ખલીલ અહમદ / ઇશાંત શર્મા / નવદીપ સૈની.
મહત્વનું છે કે, આ વખતે વિશ્વ કપ રાઉન્ડ રોબિન રીતે રમાશે. એટલે કે, દરેક ટીમ બાકીની તમામ ટીમો વિરુદ્ધ મેચ રમશે અને રાઉન્ડ રોબિન બાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ 5 જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ સાઉથહૈમ્પટનથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે, જ્યારે 9 જુલાઈએ ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ હેંડિગ્લેમાં પોતાનો અંતિમ (9મો મેચ) રાઉન્ડ રોબિન મેચ રમશે.