Tokyo Olympic 2020: હોકીમાં ભારતનો કારમો પરાજય, ઓસ્ટ્રેલિયાએ 7-1થી હરાવ્યું
વિશ્વની નંબર 1 હોકી ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને 7-1થી પરાજય આપ્યો છે. આ સાથે કાંગારૂ ટીમે સતત બીજો વિજય મેળવ્યો છે.
ટોક્યોઃ ઓલિમ્પિક્સના ત્રીજા દિવસે આજે ભારતીય હોકી ટીમે શરમજનક પરાજયનો સામનો કર્યો છે. વર્લ્ડ નંબર 1 ઓસ્ટ્રેલિયાએ આઠ વખતની ચેમ્પિયન ભારતને 7-1થી પરાજય આપ્યો છે. છ પેનલ્ટી કોર્નર મળવા છતાં ભારતીય ટીમ એકપણ તકને ગોલમાં પરિવર્તિત કરી શકી નહીં. બે મુકાબલામાં આ ભારતનો પ્રથમ પરાજય છે. ન્યૂઝીલેન્ડને 3-2થી પરાજય આપી મનપ્રીત સિંહની ટીમે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાની આ સતત બીજી જીત છે.
પ્રથમ હાફમાં ચાર અને બીજામાં ત્રણ ગોલ
પ્રથમ ક્વાર્ટરમાં થોડા સમય સિવાય ભારતીય ટીમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકી શકી નહીં. પ્રથમ ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ એક ગોલ કર્યો, પરંતુ પ્રથમ હાફના બીજા ભાગમાં તેણે આક્રમક હોકી રમી અને સ્કોર 4-0 કરી દીધો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ બે ગોલ કર્યા પરંતુ ભારતીય ટીમ પણ એક બોલને ગોલપોસ્ટમાં પહોંચાડવામાં સફળ રહી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube