Tokyo Olympic: ખેલાડીઓને અંગત પળો માણતા રોકવા માટે અપાયા આવા Bed? જાણો શું છે આ એન્ટી સેક્સ બેડ
આ વખતે આયોજકો કોશિશ કરી રહ્યા છે કે ટોકિયો ઓલિમ્પિક વિલેજમાં કોરોના વાયરસનો કહેર ન વર્તે. આ માટે નિર્ણય લેવાયો કે ઓલિમ્પિક વિલેજમાં એન્ટી સેક્સ બેડ લગાવવામાં આવે.
નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિક ખેલ હવે ગણતરીના કલાકોમાં શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આ ખેલોત્સવ શરૂ થતા પહેલા આયોજકોએ ખેલાડીઓને એક લાખ 60 હજાર કોન્ડોમ વહેંચવાનો નિર્ણય લેવાયો હતો. જેના પર ખુબ હોબાળો પણ મચી ગયો હતો. પરંતુ હવે એક નવો વિવાદ ઊભો થયો છે.
ટોકિયોમાં એન્ટી સેક્સ બેડ
ખેલોના મહાકુંભની શરૂઆત પહેલા આયોજકોએ એક મોટો નિર્ણય લીધો. ટોકિયોમાં ખેલાડીઓના રૂમમાં એન્ટી સેક્સ બેડ (Anti-Sex bed) રાખવામાં આવશે. એન્ટી સેક્સ બેડ પર ખેલાડી ઈચ્છે તો પણ સેક્સ કરી શકશે નહીં. હવે અમે તમને જણાવીએ કે આ બેડમાં આખરે એવું તે શું હોય છે કે જે ખેલાડી પોતાની મરજી હોવા છતાં રોમાન્સ ન કરી શકે.
શું છે આ એન્ટી સેક્સ બેડ?
અત્રે જણાવવાનું કે આ વખતે આયોજકો કોશિશ કરી રહ્યા છે કે ટોકિયો ઓલિમ્પિક વિલેજમાં કોરોના વાયરસનો કહેર ન વર્તે. આ માટે નિર્ણય લેવાયો કે ઓલિમ્પિક વિલેજમાં એન્ટી સેક્સ બેડ લગાવવામાં આવે. આ બેડ કાર્ડબોર્ડથી બનાવવામાં આવે છે. તેને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવે છે કેતેના પર એક જ વ્યક્તિ એક સમયે સૂઈ શકે. જો તેના પર એક કરતા વધુ વ્યક્તિ સૂવે અથવા તો બેડ પર ચડે તો તે તૂટી જશે. કે પછી આ બેડ પર વધુ જોર વાપરવામાં આવે તો બેડ ચૂરેચૂરા થઈ શકે છે. આવામાં આ બેડ પર સેક્સ તો જરાય શક્ય જ નથી.
ખેલાડીઓનો ગુસ્સો ફાટ્યો
જેવી આ જાણકારી ખેલાડીઓને થઈ કે તેમને એન્ટી સેક્સ બેડ પર સૂવું પડશે તો તેઓ નિરાશ થઈ ગયા. ખેલાડીઓએ ભાત ભાતની ટ્વીટ કરવાનું શરૂ કરી દીધુ. ખેલાડીઓનું કહેવું છે કે આ બેડ તો તેમનું પોતાનું વજન પણ ઝીલી શકશે નહીં. અનેક ખેલાડીઓ કહી રહ્યા છે કે જ્યારે આવા બેડ પર સૂવાનું છે તો કોન્ડોમ કેમ આપ્યા?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube