નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહમાં નીરજ ચોપડાનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પુરસ્કાર કલા, સામાજિક કાર્ય, જાહેર મામલા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, ખેલ, સિવિલ સેવા વગેરે જેવા ક્ષેત્ર વિષયો અને ગતિવિધિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ પ્રદાન કરવામાં આવે છે. ઉચ્ચ કોટિની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મ શ્રી આપવામાં આવે છે. પુરસ્કારોની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસના અવસરે કરવામાં આવે છે. 


મોટો ખુલાસો: વિરાટને ક્યારેય પસંદ નહોતો બુમરાહ! કહ્યું 'આ બુમરાહ-વુમરાહ શું કરી લેશે?'


ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે રચ્યો હતો ઈતિહાસ
ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ 87.58 મીટર દૂર ભાલુ ફેંકી ઈતિહાસ રચ્યો હતો. નીરજ ચોપડા ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથલીટ બન્યો હતો. તો અભિનવ બિંદ્રા બાદ નીરજ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય છે. અભિનવ બિંદ્રાએ 2008ના બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube