ઝી મીડિયા/બ્યૂરો :ભારતની કમલપ્રીત કૌર (Kamalpreet Kaur) 64 મીટર ડિસ્કસ થ્રો (Discus Throw) ની સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં રહી છે. આ સાથે જ તેણે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તો બીજી તરફ, અનુભવી સીમા પુનિયા નિશાન ચૂકી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા પ્રયાસમાં મળી સફળતા
કમલપ્રીત કૌરે પોતાના ત્રીજા પ્રયાસમાં 64 મીટરનો થ્રો ફેંક્યો હતો, જે ક્વોલિફિકેશન માર્ક પણ હતો. ક્વોલિફિકેશનમાં ટોપ રહેનારી અમેરિકાની વાલારી આલમૈન (Valarie Allman) ઉપરાંત તે 64 મીટર કે તેનાથી વુદ થ્રો કરનારી એકમાત્ર પ્લેયર રહી હતી. 



સીમા પુનિયા નિશાન ચૂકી
બંને પુલમાં 31 પ્લેયરમાંથી 64 મીટરનુ માર્ક પાર કરનાર કે ટોપ 12 માં ક્વોલિફાય કર્યું. સીમા પુનિયા (Seema Punia) પુલ-એમાં 60.57 ના થ્રોની સાથે છઠ્ઠા સ્થાન પર રહી હતી. ઉલ્લેખનીય છે કે, સીમા વર્ષ 2014 ના એશિયલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિનર રહી હતી. 


2 ઓગસ્ટે ફાઈનલ મેચ
કમલપ્રીત કૌરે પુલ બીમાં પહેલા પ્રયાસમાં 60.29, બીજા પ્રયાસમાં 63.97 અને અંતમાં 64.00 મીટરનો થ્રો ફેંક્યો. તો પુલ-એ માં સીમાનો પહેલો પ્રયાસ બેકાર થયો હતો. બીજા પ્રયાસમાં તેમણે 60.57 અને ત્રીજા પ્રયાસમાં 58.93 મીટરનો થ્રો ફેંક્યો હતો. ડિસ્કસ થ્રોની ફાઈનલ મેચ હવે 2 ઓગસ્ટના રોજ થશે.