ટોક્યોઃ Tokyo Olympics 2020 25th July Schedule: ટોક્યો ઓલિમ્પિકનો ત્રીજો દિવસ ભારતની આશા પ્રમામે વધુ સારો રહ્યો નથી. ત્રીજા દિવસે સ્ટાર મહિલા શૂટર મનુ ભાકરે હારનો સામનો કરવો પડ્યો. દિવ્યાંશ અને દીપક પણ એર રાઇફલ ઇવેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં બહાર થઈ ગયા. પરંતુ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને જીત મળી અને મેરી કોમે પણ પોતાનો મુકાબલો જીત્યો. પરંતુ ભારતીય પુરૂષ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે પોતાની મેચ ગુમાવી ફેન્સને નિરાશ કર્યા. હવે ચોથા દિવસે બધાની નજર ભવાની, અંગદ બાજવા અને મનિકા બત્રા પર રહેશે. આવો જાણીએ ટોક્યો ઓલિમ્પિકમાં સોમવાર (26 જુલાઈ) ના ભારતીય સમયાનુસાર ભારતનો કાર્યક્રમ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોક્યો ઓલિમ્પિકના ચોથા દિવસ સોમવારે ભારતનો કાર્યક્રમ આ પ્રકારે છે. 


આર્ચરી
ભારત (પ્રવીણ જાધવ, અતનુ દાસ અને તરૂણદીપ રાય) વિરુદ્ધ) કઝાખસ્તાન, પુરૂષ ટીમ 1/8 એલિમિનેશન, ભારતીય સમયાનુસાર સવારે 6 કલાકે.


બેડમિન્ટનઃ
સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી vs માર્કસ ગિડિયોન ફર્નાલ્ડી અને કેવિન સંજયા સુકામુલ્જો (ઈન્ડોનેશિયા), પુરૂષ ડબલ્સ ગ્રુપ-એ મેચ, ભારતીય સમયાનુસાર સવારે 9.10 કલાકે. 


બોક્સિંગ
આશીષ કુમાર વિરુદ્ધ એરબીકે તુઓહેતા (ચીન), પુરૂષ 75 કિલો રાઉન્ડ ઓફ 32 મુકાબલો, ભારતીય સમયાનુસાર બપોરે 3.06 કલાકે. 


તલવારબાજી
સી ભવાની દેવી વિરુદ્ધ નાદિયા બેન અઝિઝિ (ટ્યૂનીશિયા), મહિલા સેબર વ્યક્તિગત ટેબલ ઓફ 64 મુકાબલો, ભારતીય સમયાનુસાર સવારે 5.30 કલાકે. 


હોકીઃ 
ભારત વિરુદ્ધ જર્મની, મહિલા પુલ-એ મેચ, ભારતીય સમયાનુસાર સાંજે 5.45 કલાકે. 


સેલિંગઃ
વિષ્ણુ સરવનન, પુરૂષ લેજર રેસ, ભારતીય સમયાનુસાર સવારે 8.35 કલાકે. નેત્રા કુમાનન, મહિલા લેજર રેડિયલ રેસ, ભારતીય સમયાનુસાર સવારે 11.05 કલાકે. 


શૂટિંગઃ
મેરાજ અહમદ ખાન અને અંગદ વીર સિંહ બાજવા, પુરૂષ સ્કીટ સ્પર્ધા બીજો દિવસ, ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે. 


પુરૂષ સ્કીટ ફાઇનલઃ
ભારતીય સમયાનુસાર બપોરે 12.20 કલાકે.


સ્વીમિંગઃ
સાજન પ્રકાશઃ પુરૂષ 200 મીટર બટરફ્લાઈ, ભારતીય સમયાનુસાર બપોરે 3.45 કલાકે. 


ટેબલ ટેનિસઃ
અચંતા શરત કમલ વિરુદ્ધ ટિયાગો અપોલોનિયા (પોર્ટુગલ), પુરૂષ સિંગલ બીજો રાઉન્ડર, ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે. મનિકા બત્રા વિરુદ્ધ સોફિયા પોલકાનોવા (ઓસ્ટ્રિયા), મહિલા સિંગલ રાઉન્ડ 3. ભારતીય સમયાનુસાર બપોરે 12.00 કલાકે. 


ટેનિસઃ
સુમિત નાગલ વિરુદ્ધ દાનિલ મેદવેદેવ (રશિયા ઓલિમ્પિક સમિતિ), પુરૂષ સિંગલ રાઉન્ડ-2, ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાક બાદ ત્રીજો મુકાબલો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube