ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. આ વખતની ક્લોઝિંગ સેરેમનીમાં થીમ હતી 'Worlds We Share'. અત્રે જણાવવાનું કે આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એક ગોલ્ડ, 2 સિલ્વર, અને 4 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 7 મેડલ મેળવ્યા અને લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડી નાખ્યો. 


બજરંગ પુનિયાએ કર્યું ભારતીય દળનું નેતૃત્વ
ક્લોઝિંગ સેરેમનીમાં 10 ભારતીય એથલેટ્સ અને અધિકારીઓએ ભાગ લીધો. ઉદ્ધાટન સમારોહમાં ખેલાડીઓએ જ્યાં પરંપરાગત પોષાક પહેર્યા હતા ત્યાં સમાપન સમારોહમાં ટ્રેક સૂટમાં ખેલાડીઓ જોવા મળ્યા. શનિવારે બ્રોન્ઝ મેડલ જીતનારા પહેલવાન બજરંગ પુનિયાએ સમાપન સમારોહમાં ભારતીય દળનું નેતૃત્વ કર્યું. તેઓ તિરંગો લઈને સૌથી આગળ ચાલતા હતા. નોંધનીય છે કે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube