ટોક્યો: ભારતનો ઓલમ્પિક (Olympics) માં આજે છઠ્ઠો દિવસ છે. વેટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનૂના સિલ્વર બાદ ફેન્સ આતુરતાપૂર્વક બીજા મેડલની રાહ જોઇ રહ્યા છે. પરંતુ આ આતુરતા હજુ સુધી પુરી થઇ નથી. શૂટિંગમાં દેશને મેડલની આશા હતી પરંતુ અત્યાર સુધી ફક્ત નિરાશા હાથ લાગી છે. આજે દેશના ઘણા સ્ટાર ખેલાડી એક્શનમાં હશે. મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટ વિરૂદ્ધ 1-4 થી ગ્રુપની ત્રીજી મેચ હારી ગઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ આર્ચરીમાં તરૂણદીપ રોય (Tarundeep Rai) રાઉન્ડ ઓફ 64 જીત્યા બાદ આગામી રાઉન્ડમાં શૂટઓફમાં હાર્યા. દીપિકા કુમારી (Deepika kumari) દેશ માટે મેડલની આશા હતી અને તેમણે મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધાના ત્રીજા તબક્કામાં સ્થાન બનાવીને પદકની આશાને જીવીત રાખી છે. તો બીજી તરફ બોક્સિંગમાં પૂજા રાનીએ પોતાનો મુકાબલો જીતી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. 


દીપિકા કુમારી (Deepika kumari) એ બીજી મેચમાં અમેરિકાની ફર્નાડેઝને 6-4 થી હરાવી દીધી. મુકાબલો ખૂબ રામાંચક રહ્યો. દીપિકા કુમારી પહેલા સેટમાં હારી ગઇ હતી, પરંતુ બીજામાં તેમણે દમદાર વાપસી કરતાં સતત બે સેટ જીત્યા અને પછી આગળના સેટ પર હારી ગઇ. પરંતુ આગામી સેટને જીતી દીપિકાએ મેચ પણ પોતાના નામ કરી દીધી.  


ભારતીય તીરંદાજ દીપિકા કુમારી (Deepika kumari) ઓફ 32 માં વ્યક્તિગત મહિલા ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ રાઉન્ડમાં ભૂટાનની ખેલાડી સામે 6-0 થી જીત પ્રાપ્ત કરી છે. દીપિકા કુમારીએ પહેલાં સેટમાં 26 નો સ્કોર બનાવ્યો તો ભૂટાનની કર્માએ 23નો સ્કોર બનાવ્યો.

IND vs SL: T-20 સીરીઝમાંથી બહાર થઇ જશે 9 ભારતીય ખેલાડી, હાર્દિક-પૃથ્વી શો સહિત આ નામ સામે આવ્યા


ત્યારબાદ બીજા સેટમાં પણ દીપિકા કુમારી (Deepika kumari) એ બીજા સેટમાં પણ 26-23 થી જીત પ્રાપ્ત કરી. 2 સેટ બાદ દીપિકા ભૂટાનની કર્મા કરતાં 4-0 કરતાં આગળ રહી. ત્રીજા સેટમાં ભારતની દીપિકાએ પોતાની શાનદાર રમત ચાલુ રાખી અને 27-24 ના સ્કોર સાથે સેટ જીતી લીધો છે. ત્રીજો સેટ જીતવાની સાથે જ દીપિકા 6-0 થી આ મુકાબલો જીતવામાં સફળ રહી અને આગળ પહોંચી ગઇ છે.   


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube