ટોકિયો: ટોકિયો ઓલિમ્પિકનો આજે 8મો દિવસ છે. આજનો દિવસ ભારત માટે ખાસ છે. બેડમિન્ટન સ્ટાર PV Sindhu Olympic ગોલ્ડ મેડલથી માત્ર બે ડગલાં દૂર છે. આજે રમાયેલી કર્વાટર ફાઈનલમાં શાનદાર રમત દર્શાવીને જાપાની ખેલાડી યામાગુચીને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી છે પીવી સિંધુ. આ સાથે પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક મેડલ પાક્કો કરી દીધો છે. સિંધુ આ ઓલિમ્પિકમાં શરૂઆતથી જ જબરદસ્ત આત્મ વિશ્વાસ સાથે રમત રમતી દેખાઈ રહી છે. એ જ કારણછેકે, પ્રતિસ્પર્ધી તેની સામે ખુબ ઝડપથી પરાસ્ત થઈ જાય છે. ક્વાર્ટર ફાઇનલમાં 21-13, 22-20 થી પીવી સિંધુએ જીત હાંસલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધુ ડિફેંસ અને અટૈક બન્નેમાં માસ્ટરક્લાસ બતાવી રહી છે. એક બે રૈલિયોને છોડીને યામાગુચી સિંધુ સામે ખુબ જ મુશ્કેલી ફેસ કરતી જોવા મળી. સિંધુ રૈલિયોમાં પોતાનો સમય લઈ રહી છે. ભારત માટે સૌથી ખુશીના સમાચાર એ છેકે, સિંધુ હવે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. સિંધુ પાસે ભારતને ગોલ્ડ મેડલની મોટી આશા છે. અગાઉ પીવી સિંધુ વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં પણ સેમીફાઈનલમાં પહોંચી હતી. સિંધુએ સતત બીજીવાર ઓલિમ્પિકમાં સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે.


ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે જીત મેળવ્યાં બાદ પુરુષ હોકી ટીમે પણ શાનદાર જીત હાંસલ કરી. ઓલિમ્પિકના ગ્રૂપ સ્ટેજમાં મેન્સ હોકી ટીમે શાનદાર રમત દર્શાવી. અને પુલ એ ની પોતાની છેલ્લી મેચમાં જાપાનને 5-3 થી હરાવી દીધું. આ સાથે જ ભારતની આ ચોથી જીત છે. ભારતીય ટીમે સ્પેન, ન્યૂઝીલેંડ, અર્જેટીનાને પણ આ પહેલાં હરાવ્યું હતું. જાપાન સામેની મેચમાં ભારત તરફથી બે ગોલ ગુરજંત, બે ગોલ હરમનપ્રીત સિંહ અને એક ગોલ નીલકાંતા શર્માએ કર્યો હતો.


બીજી તરફ આર્ચરીમાં તીરંદાજ દીપિકા કુમારી આજે ભારત તરફથી ઓલિમ્પિકમાં કર્વાટર ફાઈનલ મેચ રમી. દીપિકાનો મુકાબલો કોરિયાની સાન અન સાથે હતો. તીરંદાજીની મહિલા વ્યક્તિગત ગેમમાં શરૂઆતથી જ કોરિયાની ખેલાડીનું પલડું ભારે રહ્યું હતું. આખરે અર્ચરીની ક્વાર્ટર ફાઇનલમાં દીપિકા કુમારીની 6-0 થી હાર થઈ ગઈ. આ સાથે જ ભારતનું મેડલનું સપનું પણ રોળાયું. અને દીપિકા ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં આવીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ.


ભારતની મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં અપાવી ચક દે...ની યાદ. આયરલેંડ સામેની મેચમાં ભારતી મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરીને છેલ્લી ઘડી રસાકસી ભર્યા મુકાબલામાં જીત હાંસલ કરી લીધી છે. આ સાથે જ હવે ભારતીય મહિલા હોકી ટીમે કર્વાટર ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જીત બદલ ચારેય તરફથી મહિલા હોકી ટીમને અભિનંદન મળી રહ્યાં છે.


ઉલ્લેખનીય છેકે, આયરલેંડ સામેની મેચમાં પહેલાં 3 કર્વાટર સુધી બન્ને ટીમો એક પણ ગોલ નહોંતી કરી શકી. ત્યાર બાદ સેકન્ડ હાફમાં સારું પ્રદર્શન કરીને ભારતે આ મુકાબલો જીતી લીધો છે.


Tokyo Olympics નો આજે 8મો દિવસ છે. ગઈકાલે ગુરુવારે બોક્સિંગમાં મેરીકોમની હારથી ભારતના ખેલપ્રેમીઓને ઘણી નિરાશા થઈ હતી. જોકે, આજે શુક્રવારે સારી શરૂઆત થઈ છે. બોક્સિંગમાં લવલીના કર્વાટર ફાઈનલ ચીનની બોક્સરને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી ભારત માટે એક મેડલ પાક્કો કરી લીધો છે.


બોક્સર લવલીનાએ રચ્યો ઈતિહાસ
બોક્સિંગમાં ભારતની બોક્સર લવલીના બોરગોહેને ઈતિહાસ રચી નાખ્યો છે. તે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ ભારત માટે એક મેડલ પાક્કો થઈ ગયો છે. લવલીનાએ મહિલા 69 કિલો વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની નિએન ચિન ચેનને 4-1થી હરાવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube