નવી દિલ્હી: ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપડા (Neeraj Chopra) એ ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને એથલીટ મિલ્ખા સિંહ (Milkha Singh) ના સપનાને સાકાર કરી દીધું છે. નીરજ ચોપડા (Neeraj Chopra) એ શનિવારે ભાલા ફેંકની ફાઇનલના મુકાબલામાં 87.58 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો. નીરજ (Neeraj Chopra) ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથલેટ બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરજ ચોપડા (Neeraj Chopra) એ ગોલ્ડ મેડલ દિવંગત મિલ્ખા સિંહ (Milkha Singh) ને સમર્પિત કર્યો છે. તેમણે કહ્યું કે 'મારે મારું બેસ્ટ આપવાનું હતું, પરંતુ ગોલ્ડ મેડલ (Gold Medal) વિશે મેં વિચાર્યું ન હતું. હું મિલ્ખા સિંહને મેડલ સાથે મળવા માંગતો હતો.'


તમને જણાવી દઇએ કે ભારતના ઓલમ્પિક એથલેટિક્સમાં આ પ્રથમ મેડલ છે. ઓલમ્પિકની વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને 13 વર્ષ બાદ બીજો ગોલ્ડ (Gold Medal) મળ્યો. બીજિંગ ઓલમ્પિક 2008 માં પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal) જીતવાનું કારનામું દિગ્ગજ શૂટર અભિનવ બિંદ્રાએ કર્યો હતો. 

Tokyo Olympics: પાણીપુરી ખાવાના શોખીન છે નીરજ ચોપડા, બ્રેડ આમલેટ તો ગમે ત્યારે આપો


શું હતું મિલ્ખા સિંહનું સપનું
મિલ્ખા સિંહ (Milkha Singh) નું સપનું હતું કે કોઇ ભારતીય ટ્રેક અને ફીલ્ડમાં ઓલમ્પિકમાં પદક જીતે. મિલ્ખા સિંહે ટોક્યો ઓલમ્પિકમાં એથલિટ હિમા દાસ પાસે ઘણી આશાઓ હતી. આ બાબતે તેમણે હિમાને તૈયારીની ટિપ્સ પણ આપી હતી. મિલ્ખા સિંહે (Milkha Singh) કહ્યું હતું કે હિમામાં ખૂબ ટેલેન્ટ જોવા મળી રહ્યું છે. જોકે દુર્ભાગ્યવશ હિમા ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાઇ કરી શકી નહી. પરંતુ હવે નીરજ ચોપડાએ ઓલમ્પિકમાં પદક જીતવાના તેમના સપનાને સાકાર કરી દીધું છે. 


નીરજ ચોપડા (Neeraj Chopra) પહેલા મિલ્ખા સિંહ, ગુરબચન સિંહ રંઘાવા, શ્રીરામ સિંહ, પીટી ઉષા, અંજૂ બોબી જોર્જ, કૃષ્ણા પૂનિયા અને કમલપ્રીત કૌર ઓલમ્પિકના ટ્રેક એન્ડ ફીલ્ડની ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ તે પદક જીતી શક્યા નહી. મિલ્ખા સિંહે (Milkha Singh) 1960 ના રોમ ઓલમ્પિકમાં 400 મીટર રેસની ફાઇનલમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન મિલ્ખા સિંહ ફક્ત સેકેન્ડના દસમા ભાગમાં ભારત માટે મેડલ જીતવાનું ચૂકી ગયા હતા. 

Gold Medal in Olympics: હરિયાણા કે છોરે ને લઠ્ઠ ગાડ દિયા, જાણો Neeraj Chopraની ગોલ્ડ સુધીની સફર


શું કહ્યું હતું મિલ્ખા સિંહે
મિલ્ખા સિંહે (Milkha Singh) કહ્યું હતું, 'હું કહેવા માંગુ છું કે ભારતમાં એથલેટિક્સમાં પ્રતિભાઓ છે. રોમ 1960 માં લોકોનું માનવું હતું કે જો કોઇ 400 મીટર જીતશે, તો તે મિલ્ખા સિંહ હશે (પરંતુ એવું થયું નહી). આ મારું સપનું છે કે હું ઓલમ્પિકમાં એક યુવા ખેલાડીને એથલેટિક્સમાં ગોલ્ડ જીતતા જોવા માંગુ છું.' 

Tokyo Olympics: નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિકમાં 13 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ


નીરજ ચોપડાએ દૂર કર્યો દુકાળ 
ભારતે પહેલીવાર એંટવર્પ ઓલમ્પિક 1920 માં એથલેટિક્સમાં ભાગ લીધો હતો. પરંતુ ત્યારથી લઇને રિયો 2016 સુધી તેનો કોઇ એથલીટ પદક જીતી શક્યો નથી. દિગ્ગજ મિલ્ખા સિંહ અને પીટી ઉષા ક્રમશ: 1960 અને 1984 માં સામાન્ય અંતરથી ચૂકી ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube