Tokyo Olympics 2020: આશાઓ વધુ છે પરંતુ દબાવમાં રહો નહીં, દેશ તમારી સાથે... ઓલિમ્પિક ખેલાડીઓ સાથે પીએમની ચર્ચા
ટોક્યો ઓલિમ્પિકનું આયોજન 23 જુલાઈથી જાપાનમાં થવાનું છે. રતમના મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળના ધ્વજવાહક દિગ્ગજ બોક્સર એમસી મેરીકોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ હશે.
નવી દિલ્હીઃ Tokyo Olympic 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા 15 એથલીટો સાથે ચર્ચા કરી છે. પીએમ મોદીએ ચર્ચા દરમિયાન બધા ખેલાડીઓને ઓલિમ્પિક માટે શુભેચ્છા આપી અને બધાને દબાવમાં રહ્યાં વગર રમવાનો મંત્ર આપ્યો છે. તેમણે કહ્યું કે- દેશને તમારી પાસે આશા છે અને તમે લોકો દેશનું નામ રોશન કરશો.
પીએમ મોદીએ કહ્યું કે- તમારે બધાએ દબાવનો અનુભવ કરવાનો નથી. તમે બધા તમારા 100 ટકા આપી પ્રયાસ કરો. આશા છે કે તમે આ વખતે દેશ માટે મેડલ લાવશો. તમને બધાને શુભકામનાઓ. દેશના લોકોની શુભકામનાઓ તમારી સાથે છે. તમે બધા દમદાર રમો.
પ્રધાનમંત્રી મોદીએ પહેલા તીરંદાજ દીપિકા કુમારી (Deepika Kumari) ને વર્લ્ડ નંબર બનવા પર શુભેચ્છા આપી. સાથે કહ્યું કે, તમારી પાસે વધુ આશા છે. તેના પર દીપિકાએ કહ્યું કે, તે ઓલિમ્પિકમાં સારૂ પ્રદર્શન કરશે. પીએમે જ્યારે દીપિકાને પૂછ્યું છે કે મેં સાંભળ્યું છે કે તમે પહેલા કેરી તોડવા માટે નિશાન લગાવતા હતા, તેના પર સ્ટાર તીરંદાજે કહ્યું કે, તેને કેરી પ્રિય છે અને તેથી તે આમ કરતી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube