નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી નાખ્યો. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતે ખુબ જ રોમાંચક મુકાબલામાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતની આ ઐતિહાસિક જીત પર સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. ભારતે ઓલિમ્પિકમાં હોકીમાં આ મેડલ 41 વર્ષ બાદ જીત્યો. ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે આ બ્રોન્ઝ મેડલ ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કર્યો છે. જેમણે કોવિડ-19 મહામારી દરમિયાન અથાગ પ્રયત્નો કરીને લોકોને બચાવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના જલંધરના 29 વર્ષના કેપ્ટન મનપ્રીત જર્મની પર 5-4થી જીત મેળવ્યા બાદ ભાવ વિભોર થઈ ગયા હતા. ઓલિમ્પિકમાં ભારતનો હોકીમાં આ 12મો મેડલ હતો. આ મેડલ ભારતે 4 દાયકા બાદ જીત્યો છે. આ અગાઉ હોકી ટીમે વર્ષ 1980માં મોસ્કોમાં થયેલા ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. ભારતે ઓલિમ્પિકમાં હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. 


Tokyo Olympics: હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત, 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં જીત્યો મેડલ


મેડલ જીત્યા બાદ મનપ્રીત સિંહે કહ્યું કે 'હું નથી જાણતો કે મારે શું કહેવાનું છે આ શાનદાર જીત હતી, અમે 3-1થી પાછળ હતા પરંતુ અમે મેડલના હકદાર હતા. તેમણે કહ્યું કે અમે ખુબ મહેનત કરી છે, છેલ્લા 15 મહિના અમારા માટે મુશ્કેલીભર્યા હતા. અમે બેંગ્લુરુમાં હતા અને અમારાથી અનેકને કોવિડ થયો હતો. આથી અમે આ મેડલ એ ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કરવા માંગીએ છીએ જેમણે ભારતમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે.' 


Video: પીએમ મોદીએ હોકી ટીમના કેપ્ટન અને કોચ સાથે કરી વાત, કહ્યું- તમારા પર દેશને ગર્વ છે


આ મેચમાં જર્મનીએ ભારતીય હોકી ટીમની આકરી પરીક્ષા લીધી અને મનપ્રીતે વિપક્ષી ટીમના આ સાહસને સ્વીકાર્યું પણ ખરું. મનપ્રીતે કહ્યું કે આ મુશ્કેલ હતું તેમને છેલ્લી છ સેકન્ડમાં પેનલ્ટી કોર્નર મળ્યો, અમે વિચાર્યું કે અમારે તે બચાવવો પડશે, આ મારા માટે મુશ્કેલ છે. 


Tokyo Olympics: રવિ કુમાર દહિયાએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં થયો પરાજય


મનપ્રીતે વધુમાં કહ્યું કે, 'આપણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યે લાંબો સમય વીતી ચૂક્યો હતો, હવે આપણને વધુ આત્મવિશ્વાસ મળશે, હા આપણે આમ કરી શકીએ છીએ, જો આપણે ઓલિમ્પિકમાં પોડિયમ પર ખતમ કરી શકીએ તો આપણે ક્યાંય પણ પોડિયમ પર ખતમ કરી શકીએ.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube