નવી દિલ્હી: થોડા દિવસોમાં થરૂ થવા જઇ રહેલા ટોક્યો ઓલંપિક પર કોરોના સંક્રમણનો ખતરો મંડરાઇ રહ્યો છે. ટોક્યો ઓલંપિક વિલેજમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. આયોજકોએ શનિવારે જાણકારી આપી કે ટોક્યો ઓલંપિક રમતોમાંથી છ દિવસ પહેલાં ઓલંપિક વિલેજમાં પ્રથમ કોરોનાના કેસ નોંધાયો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નમાં ક્રિકેટર શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- 'નુસરત જહાં યાદ છે?'

ટોક્યો આયોજન સમિતિના પ્રવક્તા માસા તકાયાએ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે ''સ્ક્રીનિંગ ટેસ્ટમાં આ વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો. તેને આયોજન અને વિલેજથી દૂર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે છ મહિના બાદ અહીં હજારો એથલીટ અને અધિકારી હાજર રહેશે.  

Sania Mirza ને મળ્યા UAE ના ગોલ્ડન વિઝા, સ્પોર્ટ્સ બિઝનેસમાં કરી શકે છે એન્ટ્રી


તકાયાએ જણાવ્યું કે ઓલંપિક વિલેજમાં મળી આવેલા કોરોના સંક્રમિત વ્યક્તિ અત્યારે હોટલમાં રહી રહી હતી. ટોક્યો 2020 રમતોના મુખ્ય આયોજક સેઇકો હાશિમોટોએ કહ્યું કે અમે કોરોના સંક્રમણના પ્રકોપની સારવાર માટે બધુ જ કરી રહ્યા છીએ. 


મહામારીના લીધે ઓલંપિક રમતોને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે આયોજકોએ કોરોના સંક્રમણથી બચાવ માટે આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube