ટોક્યોઃ ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક રોમાંચક મુકાબલા થયા છે. એકવાર ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે, પરંતુ આ ક્રિકેટ પિચ પર નહીં પરંતુ જૈવલિન થ્રો (ભાલા ફેંક) ના મેદાન પર થશે. આ મુકાબલામાં ભારતના સ્ટાર જૈવલિન થ્રોવર નીરજ ચોપડાએ પોતાના પ્રથમ થ્રોમાં 86.65 મીટર ભાલુ ફેંક્યુ અને આ ઇવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈવલિન થ્રોના પૂલ એમાં નીરજ ટોપ પર રહ્યો. તેના આ પ્રદર્શનથી દેશમાં ખુશીનો માહોલ છે. દેશ નીરજ પર ગોલ્ડ મેડલ જીતવાની આશા રાખી રહ્યો છે. તો પૂલ બી મુકાબલામાં ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનના નદીમ અશરફે પણ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નદીમ અશરફે પોતાનું ભાલુ 85.16 મીટર ફેંકીને પોતાના પૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. 


આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતની બોક્સર લવલીનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ, સેમિફાઇનલમાં થયો પરાજય  


કમાલની વાત તે રહી કે બંને જૈવલિન થ્રોઅરે પોત-પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે અને ફાઇનલમાં જગ્યા બનાવી છે. પાકિસ્તાનના જૈવલિન થ્રોઅપ અશરદ પહેલા ક્રિકેટ રમતો હતો પરંતુ નીરજ ચોપડા પાસેથી પ્રેરણા લઈને તેણે ભાલા ફેંકમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યુ હતું. 2018માં ખુદ અશરદે કહ્યુ હતુ કે કે નીરજ પાસેથી પ્રેરણા લે છે. 


આ પણ વાંચોઃ ભારતના બે રેસલર સેમિફાઇનલમાં, દીપક અને રવિએ આપ્યા સારા સમાચાર


હવે ઓલિમ્પિકમાં 7 ઓગસ્ટે જૈવલિન થ્રોની ફાઇનલ રમાશે. જ્યાં ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર મનાતા ભારતના નીરજ ચોપડાનો મુકાબલો પાકિસ્તાનના અશરદ સામે થશે. નીરજે ફાઇનલમાં પાકિસ્તાન સિવાય જર્મનીના જોનાન્સ વૈટરથી પણ સાવધાન રહેવું પડશે. વૈટરે 2021માં સાત વખત 90 મીટરથી વધુ થ્રો કર્યો છે. વૈટર પણ ગોલ્ડ મેડલનો પ્રબળ દાવેદાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube