ટોક્યોઃ Tokyo Olympics Day 5th Schedule: ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે ખાસ રહ્યો નહીં. ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને સુતિર્થા મુખર્જી મહિલા સિંગલ્સમાં સીધી ગેમમાં હારીને બહાર થઈ ગઈ છે. પરંતુ શરત કમલ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો અને શરત પાસેથી મેડલની આશા છે. હવે પાંચમાં દિવસે બધાને શરત કમલ અને મનુ ભાકર પાસે આશા રહેશે. આવો જાણીએ ટોક્યો ગેમ્સમાં મંગળવાર (27 જુલાઈ) ના ભારતીય સમયાનુસાર ભારતનો કાર્યક્રમ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૂટિંગ
10 મીટર અર પિસ્તોલ મિશ્રિત ટીમ ક્વોલીફિકેશન રાઉન્ડ એક, ભારતીય સમયાનુસાર સવારે 5.30 કલાકે (સૌરભ ચૌધરી અને મનુ ભાકર, યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્મા)


10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ ક્વોલીફિકેશન રાઉન્ડ એક, ભારતીય સમયાનુસાર સવારે 9.45 કલાક (ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પંવાર, અંજુમ મુદ્ગિલ અને દીપક કુમાર)


ટેબલ ટેનિસ
અચંતા શરત કમલ વિરુદ્ધ મા લોંગ (ચીન), પુરૂષ સિંગલ ત્રીજો રાઉન્ડ, ભારતીય સમયાનુસાર સવારે 8.30 કલાકથી. 


બોક્સિંગ
લવલીના બોરગોહેન વિરુદ્ધ અપેટ્જ નેદિન, મહિલા વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ 16, ભારતીય સમયાનુસાર, સવારે 10.57 કલાકથી. 


બેડમિન્ટન
સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિરુદ્ધ બેન લેન અને સીન વેંડી (બ્રિટન), પુરૂષ ડબલ્સ ગ્રુપ એ મેચ, ભારતીય સમયાનુસાર સવારે 8.30 કલાકે. 


હોકી
ભારત વિરુદ્ધ સ્પેન, પુરૂષ ગ્રુપ-એ મેચ, ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે. 


સેલિંગ
નેત્રા કુમાનન, મહિલા લેજર રેડિયલ, ભારતીય સમયાનુસાર સવારે 8.35 કલાકથી, વિષ્ણુ સરવનન, પુરૂષ લેજર, ભારતીય સમયાનુસાર સવારે 9.45 કલાકે. કેસી ગણપતિ અને વરૂણ ઠક્કર, પુરૂષ સ્કિફ 49ઈઆર, ભારતીય સમયાનુસાર સવારે 11.20 કલાકથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube