નીરજ ચોપડા પર ઇનામોનો વરસાદ ચાલુ! IPLની વિજેતા ટીમે આપ્યા એક કરોડ અને સ્પેશિયલ જર્સી
ગત દિવસોમાં નીરજ ચોપડાને આનંદ મહિન્દ્રા તરફથી એક કાર મળી હતી, હવે ચેન્નાઈ સુપર કિંગ તરફથી 1 કરોડ રૂપિયાની ભેટ મળી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ જાણકારી આપી છે.
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડાને સમ્માનિક કરવાનો પ્રવાહ હજુ ચાલું જ છે. ગત દિવસોમાં નીરજ ચોપડાને આનંદ મહિન્દ્રા તરફથી એક કાર મળી હતી, હવે ચેન્નાઈ સુપર કિંગ તરફથી 1 કરોડ રૂપિયાની ભેટ મળી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ જાણકારી આપી છે.
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગે હાલમાં જ IPLનો કપ જીત્યો છે. જ્યારે નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. ત્યારે CSK તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે નીરજ ચોપડાને એક કરોડ રૂપિયા આપશે.
હવે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ ક્રિકેટ લિમિટેડએ ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાને એક કરોડ રૂપિયાની ભેટ આપી છે, રવિવારે નવી દિલ્હીમાં આ ભેટ નીરજ ચોપડાને આપવામાં આવી છે.
જો તમે દીકરીના પિતા છો? તમે એવું ઈચ્છો છો કે તેને ક્યારેય રૂપિયાની કમી ન વર્તાય, તો આ યોજના વિશે જાણો...
નીરજ ચોપડાએ આ અવસરે જણાવ્યું છે કે છેલ્લા બે મહીનામાં તેમણે દેશવાસીઓ તરફથી ઘણું સમ્માન અને પ્રેમ મળ્યો છે. તેમણે આશા છે કે આગામી સમયમાં પણ તેઓ આ પ્રકારની મહેનત ચાલું રાખશે અને દેશ માટે સારું પરિણામ મેળવતા રહેશે.
અત્રે નોંધનીય છે કે ગત દિવસોમાં નીરજ ચોપડાને મહિન્દ્રા ગ્રુપ તરફથી એક નવી નકોર કારની ભેટ મળી છે. નીરજ ચોપડાએ ટ્વીટ કરીને આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો હત. મહિન્દ્રા ગ્રુપ તરફથી નીરજ ચોપડા સિવાય સિમિત અંતિલને પણ કાર ભેટમાં આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube