ટોકિયો: ભારતીય હોકી ટીમનું 41 વર્ષ બાદ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું સપનું આજે બેલ્જિયમ સામેની મેચમાં તૂટી ગયું. બેલ્જિયમ સામે 5-2થી હાર્યા બાદ હવે બ્રોન્ઝ મેડલ માટે ટીમ ઈન્ડિયા જર્મની સામે જીત મેળવવા મક્કમ મનોબળ સાથે મેદાનમાં ઉતરશે. બીજી સેમી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જર્મનીને 3-1થી હરાવ્યું. એટલે હવે ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમ વચ્ચે થશે. જ્યારે બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મની વચ્ચે 5મી ઓગસ્ટના રોજ ગુરુવારે સવારે 7 વાગે (ભારતીય સમય મુજબ) મેચ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1980 બાદ પહેલીવાર મેડલની આશા
ભારતે છેલ્લી મોસ્કો ઓલિમ્પિક 1980માં ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ત્યારે ટીમે વાસુદેવન ભાસ્કરનની કેપ્ટનશીપમાં છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ હોકીમાં એ રોનક જોવા મળી નહીં. ક્યારેક તો સ્થિતિ એવી બની કે ક્વોલિફાય થવાના પણ ફાંફા પડી ગયા હતા.  1984માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ટીમ પાંચમા સ્થાને રહ્યા બાદ તેનાથી સારું પ્રદર્શન કરી શકી નહીં. પરંતુ હવે 41 વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube