Tokyo Olympics: ભારતીય મેન્સ હોકી ટીમની ચાંદી જ ચાંદી, આ ખેલાડીઓને મળશે કરોડો
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ ગ્રુપ સ્ટેજની પૂલ એ મેચમાં છેલ્લી મેચમાં શુક્રવારે જાપાનને 5-3થી હરાવ્યું હતું
ચંદીગ: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ ગ્રુપ સ્ટેજની પૂલ એ મેચમાં છેલ્લી મેચમાં શુક્રવારે જાપાનને 5-3થી હરાવ્યું હતું. પુરૂષોની ટીમે પાંચમાંથી ચાર લીગ મેચ જીતીને ટોક્યોમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને મેડલ જીતવાની આશા ઉભી કરી છે.
હવે પંજાબના રમત ગમત પ્રધાન રાણા ગુરમિતસિંહ સોઢીએ ભારતીય ટીમનું મનોબળ વધારવા માટે મોટી જાહેરાત કરી છે.
આ પણ વાંચો:- આ 3 ક્રિકેટરોને મળી સજા, મુકવામાં આવ્યો 1 વર્ષનો પ્રતિબંધ
પંજાબના ખેલાડીઓને મળશે 2.25 કરોડ રૂપિયા
ખેલ મંત્રી રાણા ગુરમિતસિંહ સોઢીએ જાહેરાત કરી છે કે, જો ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતે છે, તો તે ટીમમાં ભાગ લેનારા રાજ્યના તમામ ખેલાડીઓને રૂપિયા 2.25- 2.25 કરોડ આપવામાં આવશે.
સોઢીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પંજાબના કુલ 20 ખેલાડીઓમાંથી 11 ખેલાડીઓ ભારતીય હોકી ટીમ માટે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube