ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના 10માં દિવસે ભારત માટે બે-બે ખુશખબર આવી છે. પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતીય પુરૂષ હોકી ટીમ ગ્રેટ બ્રિટનને હરાવી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે 49 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં ભારતનો સામનો બેલ્જિયમ સામે થવાનો છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં દમદાર પ્રદર્શન કરતા ગ્રેટ બ્રિટન સામે 3-1થી જીત મેળવી છે. ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી પરાજય આપ્યો છે. મનપ્રીત સિંહની આગેવાનીમાં ટીમે ઈતિહાસ રચી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1980 બાદ આ પ્રથમ તક છે જ્યારે ભારત હોકીમાં સેમિફાઇનલમાં પહોંચ્યુ છે. ભારત માટે વિનિંગ ગોલ 7મી મિનિટમાં દિલપ્રીત સિંહે, 16મી મિનિટમાં ગુરજીત સિંહ અને 57મી મિનિટમાં હાર્દિક સિંહે કર્યો હતો, જ્યારે બ્રિટન માટે 45મી મિનિટમાં સૈમુઅલે ગોલ કર્યો હતો. 


ભારતીય હોકી ટીમ 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોચ્યું છે. આ પહેલા 1972 મ્યુનિખ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું, ભારતે 1980માં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ ત્યારે ટીમે રાઉન્ડ રોબિનના આધાર પર છ ટીમોના પૂલમાં બીજા સ્થાને રહી ફાઇનલની ટિકિટ મેળવી હતી.


આ પણ વાંચોઃ Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં નોવાક જોકોવિચને હરાવનાર એલેક્ઝેન્ડર ઝ્વેરેવે જીત્યો ગોલ્ડ મેડલ


ઓલિમ્પિકમાં ભારતને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો, જ્યારે વાસુદેન ભાસ્કરનની આગેવાનીમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદથી ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ખરાબ થતું રહ્યું અને 1984માં લોસ એન્જલિસ ઓલિમ્પિકમાં પાંચમાં સ્થાને રહ્યા બાદ તેનાથી સારૂ પ્રદર્શન કરી શકી નહીં. 


2008 ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ કરી શકી નહીં
બેઇજિંગમાં 2008 ઓલિમ્પિકમાં ટીમ પ્રથમવાર ક્વોલિફાઇ કરી શકી નહીં અને 2016 રિયો ઓલિમ્પિકમાં છેલ્લા સ્થાને રહી હતી. દેશમાં હોકીનો ગ્રાફ સતત નીચે જતો રહ્યો. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય હોકી ટીમના પ્રદર્શનમાં સતત સુધાર થયો છે જેનાથી તે વિશ્વ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube