Tokyo Olympics: Indian Hockey Team ની શાનદાર શરૂઆત, પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી પછાડ્યું
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે.
નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે.
ગોલકિપર શ્રીજેશનો કમાલ
ભારતીય ટીમે આશા મુજબ પ્રદર્શન કરતા ગ્રુપ એની આ મેચ જીતી લીધી. અનેક વીડિયો રેફરલ વચ્ચે રમાયેલી આ મેચમાં છેલ્લી મિનિટમાં ન્યૂઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો જેને શ્રીજેશે ગોલમાં ફેરવવા દીધો નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube