Tokyo Olympics: ટેબલ ટેનિસમાં ભારતનો પડકાર સમાપ્ત, શરત કમલ હાર્યા
ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ આજે ત્રીજા રાઉન્ડમાં ચીનના હાલના ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન મા લોંગ સામે હારી ગયા.
નવી દિલ્હી: ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ આજે ત્રીજા રાઉન્ડમાં ચીનના હાલના ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન મા લોંગ સામે હારી ગયા. આ સાથે જ ભારતનો ટોકિયો ઓલિમ્પિક ખેલોમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં પડકાર સમાપ્ત થઈ ગયો.
39 વર્ષના શરતે પોતાના મજબૂત હરીફને પહેલા ત્રણ ગેમમાં આકરો પડકાર આપ્યો. પરંતુ છેલ્લે તેઓ 1-4થી હારી ગયા (7-11, 11-8, 11-13, 4-11, 4-11).
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube