ટોક્યોઃ ઓલિમ્પિકમાં આજે એટલે કે 4 ઓગસ્ટનો દિવસ ભારત માટે મહત્વનો છે. આજે ભારતીય મહિલા હોકી ટીમ મેદાનમાં જોવા મળશે. મહિલા હોકી ટીમ પાસે ફાઇનલમાં પહોંચી ઈતિહાસ રચવાની તક છે. તો બોક્સર લવલીના પણ આજે 11 કલાકે રિંગમાં ઉતરવાની છે. ભારતના ત્રણ રેસલરો પણ પોતાના અભિયાનનો પ્રારંભ કરવાના છે. ટોક્યો ઓલિમ્પિકના લાઈવ અપડેટ માટે જોડાયેલા રહો... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિ કુમારે પાક્કો કર્યો મેડલ
ભારતનો ઓલિમ્પિકમાં વધુ એક મેડલ પાક્કો થઈ ગયો છે. ભારતના રેસલર રવિ કુમાર દહિયા મેન્સ 57 કિલો ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં પહોંચી ગયો છે. આ સાથે તેણે ભારત માટે સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે.

દીપક પૂનિયાની સેમિમાં હાર
રેસલિંગની સેમિફાઇનલ મુકાબલામાં દીપક પૂનિયાએ 86 કિલો વર્ગમાં ડેવિસ મોરિસ ટેલરના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ દીપક પૂનિયા સામે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. આ મેચ આવતીકાલે રમાશે. 

વર્લ્ડ ચેમ્પિયન સામે લડીને હારી લવલીના
લવલીના બોરગોહેન વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાજ સુરમેનેલી વિરુદ્ધ સેમિફાઇનલ મુકાબલામાં હારી છે. લવલીનાને 0-5થી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે લવલીનાના અભિયાનનો અંત આવી ગયો છે. તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. લવલીના મુકાબલો તો હારી, પરંતુ તેણે વર્લ્ડ ચેમ્પિયન બોક્સરને મજબૂત ટક્કર આપી હતી. 


દીપક પૂનિયા પણ સેમિફાઇનલમાં પહોંચ્યો
રેસલિંગમાં ભારત માટે આજનો દિવસ ખુબ સારો રહ્યો છે. ભારતનો રેસલર દીપક પૂનિયા 6-3થી જીત હાસિલ કરીને સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ચીનના લીન ઝુશેનને પરાજય આપ્યો છે. 


રવિ કુમાર સેમિફાઇનલમાં
ભારતના રેસલર રવિ કુમારે 57 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગરિયાના જોર્જી લાલેન્ટિનો વાંગેલોવને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિ કુમારે 14-4થી જીત મેળવી છે. 


- મહિલા રેસલર અંશુ મલિકની હાર
પોતાની પ્રથમ ઓલિમ્પિક રમવા મેટ પર ઉતરેલી રેસલર અંશુ મલિકે 8-2થી હારનો સામનો કરવો પડ્યો છે. અંશુ મલિક 57 કિલો કેટેગરીમાં મેટ પર ઉતરી હતી. અંસુને બેલારૂસની ઇરિના કુરાચિકિનાએ પરાજય આપ્યો છે. 


રવિ કુમારને મળી જીત
- કુશ્તીમાં આજે ભારતની શરૂઆત સારી રહી છે. 57 કિલો ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં ભારતના રેસલર રવિ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે પોતાના પ્રથમ રાઉન્ડમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેસોસ ઉરબાનોને પરાજય આપ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube