નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યો (Tokyo) માં યોજાઇ રહેલી ઓલમ્પિક રમતો (Olympic Games Tokyo 2020) માં ભારત તરફથી 119 ખેલાડી ભાગ લઇ રહ્યા છે. તેમાં ભારતીય બોક્સર લવલીના બોરગોહેન (69 KG) પણ સામેલ છે. ટોક્યો જનાર મહિલા ટીમની સૌથી યુવા સભ્ય લવલીના બોરગોહેન (Lovlina Borgohain) ફક્ત 24 વર્ષની છે. 24 વર્ષની ઉંમરમાં તેમણે અસમના નાનકડા ગામમાંથી ઓલમ્પિક સુધીની સફર પાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાર 9 ભારતીય બોક્સર (Boxer) ઓલમ્પિક (Olympic) માં દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેમાં અસમની 24 વર્ષની લવલિના બોરગોહેન પણ સામેલ છે. લવલિના ઓલમ્પિકમાં ભાગ લેનાર અસમની પહેલી મહિલા બોક્સર બની છે. પુરૂષોમાં શિવા થાપા આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. 65 કિલોગ્રામ વેટ કેટેગરીમાં ભાગ લેનાર લવલીના (Lovlina Borgohain) મેડલ જીતવાની મજબૂત દાવેદાર ગણવામાં આવી રહી છે. ભારતીય મહિલા બોક્સરોમા6 અત્યાર સુધી ફક્ત એમસી મેરીકોમ જ ઓલમ્પિક મેડલ જીતી શકી છે. લવલિનાને અર્જુન એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી ચૂકી છે. આ એવોર્ડ મેળવનાર તે છઠ્ઠી ખેલાડી છે. 

Tokyo Olympics: સાંજે યોજાશે ઓપનિંગ સેરેમની, 11 હજાર ખેલાડીઓ લેશે ભાગ, 119 ભારતીય ખેલાડીઓ મેદાને ઉતરશે


લવલીના (Lovlina Borgohain) એ કહ્યું હતું કે નેશનલમાં જો કોઇ ગોલ્ડ મેડલ જીતે છે તો લોકો ભૂલી જાય છે, પરંતુ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતતાં બધા યાદ રાખે છે. મારો ટાર્ગેટ ઓલમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનો છે. જો હું બોક્સિંગમાં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવી શકીશ તો મારા માટે સૌભાગ્યની વાત રહેશે, કારણ કે અત્યાર સુધી ઓલમ્પિકમાં બોક્સિંગમાં કોઇ ભારતીયે ગોલ્ડ જીત્યો નથી. લવલીનાએ કહ્યું હતું કે અમે ત્રણ બહેનો છીએ. લોકો એમ કહે છે કે છોકરીઓ કંઇ કરી શકતી નથી, પરંતુ મારી માતા મમોની બોરગોહેન હંમેશા કહે છે કે કંઇક એવું કરો, જેથી લોકો તમને યાદ રાખે. 


જુડવા બહેનોને જોઇ કિક બોક્સિંગમાં આવી
લવલીના (Lovlina Borgohain) એ પોતાની જુડવા બહેનો લીચા અને લીમાને જોઇને કિક બોક્સિંગ રમવાનું શરૂ કર્યું હતું. લવલીના કહે છે- મારા પિતા ટિકેન બોરગોહેન એકવાર બજારમાંથી ન્યૂઝપેપર લપેટીને મીઠાઇ લાવ્યા હતા. ન્યૂઝપેપરમાં મોહમંદ અલી વિશે છપાયું હતું. ત્યારે મને બોક્સિંગ (Boxing) વિશે ખબર પડી. ત્યારબાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયા (સાઇ) ના અસમના રીજનલ સેન્ટર પર પસંદગી પામ્યા બાદ બોક્સિંગ (Boxing)  ની ટ્રેનિંગ લેવા લાગી. 

Tokyo Olympics: દીપિકા કુમારી મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં 9માં સ્થાને


પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી
લવલીના (Lovlina Borgohain) ને બાળપણથી ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. તેના પિતા નાની દુકાન ચલાવે છે. એવામાં ઘરની આર્થિક સ્થિતિ સરી ન હતી. તેના પિતાએ કહ્યું કે આવક ખૂબ ઓછી હતી. લવલીના પાસે ટ્રેક સૂટ પણ ન હતો. તે સાયકલ વડે બોક્સિંગની ટ્રેનિંગ કરવા માટે જાય છે, પરંતુ ક્યારે કોઇ ફરિયાદ કરી નથી. 


સાઇમાં આવ્યા બાદ લવલિનાને મળી નવી દિશા
લવલીના (Lovlina Borgohain) જ્યારે 9મા ધોરણમાં હતી ત્યારે તેની પસંદગી અસમમાં સાઇના રીજનલ સેન્ટરમાં થઇ. તો બીજી તરફ તેની રમતમાં સુધારો થયો. લવલીનાના કોચ સંધ્યા ગુરાંગ કહે છે કે જ્યારે તે સાઇમાં આવી તો ખૂબ ડરીને રમતી હતી. અહીં આવ્યા પછી તેની ટેક્નિકમાં સુધારો થયો તે ખુલીને રમવા લાગી. 

Magical Number: 6174 જેણે આખી દુનિયાને ગોથે ચડાવી, મોટા-મોટા ગણિતજ્ઞ પણ ઉકેલી શક્યા નથી ભારતનો આ કોયડો


બે વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીતી છે મેડલ
લવલીના (Lovlina Borgohain) 2018 અને 2019 માં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્જ મેડલ જીતી ચૂકી છે. તો બીજી તરફ દિલ્હીમાં આયોજિત પહેલાં ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં સિલ્વર અને ગુવાહાટીમાં આયોજિત બીજા ઇન્ડીયન ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ જીતી ચૂકી છે. આ ઉપરાંત તે 2017 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્જ મેડલ જીતી ચૂકી છે. 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ લવલિના દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube