ટોક્યોઃ છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમે ગુરૂવારે પોતાના ફ્લાઇવેટ (51 કિલો) પ્રી ક્વાર્ટરફાઇનલમાં ખરાબ નિર્ણય માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) ના બોક્સિંગ કાર્યદળને જવાબદાર ઠેરવ્યું જેમાં ત્રણ રાઉન્ડમાંથી બે રાઉન્ડ જીતવા છતાં તેણે હારનો સામનો કરવો પડ્યો. આઈઓસી દ્વારા આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘના કથિત કુશાસન અને નાણાકીય ગડબડી માટે પ્રતિબંધિત કરાયા બાદ કાર્યદળ ટોક્યોમાં બોક્સિંગ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેરીકોમે કોલંબિયાની ઇન્ગ્રિટ વાલેંસિયા સામે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ ટોક્યોમાં પીટીઆઈને ફોન પર કહ્યું- હું નથી જાણતી અને આ નિર્ણયને સમજી શકતી નથી, કાર્યબળ સાથે શું ગડબડ છે? આઈઓસીની સાથે શું ગડબડ છે?. મેરી કોમે કહ્યું- હું કાર્યદળની એક સભ્ય હતી. હું સ્વસ્થ સ્પર્ધા આયોજીત કરવા માટે સૂચન પર આપી રહી હતી અને સહયોગ કરી રહી હતી. પરંતુ તેણે મારી સાથે શું કર્યું?


તેણે કહ્યું- હું રિંગની અંદર ખુશ હતી, જ્યારે બહાર આવી, હું ખુશ હતી કારણ કે મારા મગજમાં હતું કે હું જીતી છું. જ્યારે મને ડોપિંગ માટે લઈ જવામાં આવી તો હું ખુશ હતી. જ્યારે મેં સોશિયલ મીડિયા પર જોયુ અને મારા કોચ (છોટે લાલ યાદવે મને ફરી જણાવ્યુ) ત્યારે મને અહેસાસ તયો કે હું હારી ગઈ હતી. મેરી કોમે કહ્યું- મેં પહેલા આ બોક્સરને બે વખત હરાવી છે. હું વિશ્વાસ નથી કરી શકતી કે રેફરીએ તેનો હાથ ઉઠાવ્યો હતો. કસમ ખાવ છું કે મને અનુભવ ન થયો કે હું હારી ગઈ, મને એટલો વિશ્વાસ હતો. 


આ પણ વાંચોઃ ભારતીય સૈન્યના પેરા એથલેટ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માટે થયા ક્વોલિફાઇ


તેણે કહ્યું- સૌથી ખરાબ વાત છે કે આ નિર્ણયની સમીક્ષા કે વિરોધ નોંધાવી શકાશે નહીં. ઈમાનદારીથી કહું તો દુનિયાએ જોયું હશે, જેણે જે કર્યું તે વધારે છે. તેણે કહ્યું- બીજા રાઉન્ડમાં સર્વસંમતિથી જીતવાનું હતું, તો તે 3-2 કેમ હતું.? ’’


આઈઓસીના બોક્સિંગ કાર્યદળે આ વખતે વધુ પારદર્શિતા વાળા નિર્ણયનું વચન આપ્યું હતું કારણ કે એમેચ્યોર બોક્સિંગની 2016 રિયો ઓલિમ્પિકમાં ખરાબ નિર્ણયને કારણે ખુબ આલોચના થઈ હતી. ત્યારબાદ 36 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. મેરીકોમ બોક્સિંગ કાર્યદળના 10 સભ્યોના એથ્લીટ ગ્રુપનો ભાગ છે. 


તે પેનમલાં એશિયન બ્લોકનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં યૂક્રેનના બે વખતના ઓલમ્પિક અને ગોલ્ડ મેડલ વિજેતા મહાન બોક્સર વાસિલ લામાચેંકો (યૂરોપ) અને પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન અને 2016 રિયોના ગોલ્ડ મેડલ વિજેતા જૂલિયો સીઝર લા ક્રૂઝ પણ સામેલ છે. મેરી કોમે કહ્યું- એક મિનિટ કે એક સેકેન્ડની અંદર એથ્લીટનું બધુ ચાલ્યું જાય છે. જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું જજોના નિર્ણયથી નિરાશ છું. 


પરંતુ તે રમતને અકવિદા કહેવાના મૂડમાં નથી જ્યારે તેની ઓલિમ્પિકની સફર ટોક્યો સત્રમાં ખતમ થઈ ગઈ છે. તેણે કહ્યું- હું બ્રેક લઈશ, પરિવાર સાથે સમય પસાર કરીશ. પરંતુ મેં રમત છોડી રહી નથી. જો કોઈ ટૂર્નામેન્ય થાય તો હું જારી રાખીશ અને પોતાનું ભાગ્ય અજમાવીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube