નવી દિલ્હી: ભારતીય જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપડા (Neeraj Chopra) ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં ઇતિહાસ રચ્યો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે 87.58 ની સર્વશ્રેષ્ઠ અંતર પાર કરતાં ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજ પોતાના ગ્રુપમાં ટોપ પર રહ્યા હતા. તમને જણાવી દઇએ કે બીજિંગ ઓલમ્પિક બાદ આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડાની જીત બાદ પીએમ મોદી ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરજે રચ્યો ઇતિહાસ
જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) ની ફાઇનલમાં નીરજ ચોપડા (Neeraj Chopra) શરૂઆતથી જ આગળ રહ્યા હતા. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. જૈવલિન થ્રોમાં આ ભરતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ મેડલ છે. એટલું જ નહી એથલેટિક્સમાં પણ આ ભારતનો પ્રથમ મેડલ છે. 

Tokyo Olympics: ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube