ટોક્યોઃ એલિમ્પિક દરમિયાન કોરોના સંક્રમણ વધવાની આશંકાથી જાપાને રમતોની સમાપ્તિ સુધી ઇમરજન્સીની જાહેરાત કરી છે. જાપાન સરકારે ગુરૂવારે આ જાહેરાત કરી છે. નિષ્ણાંતોની સાથે ગુરૂવારે સવારે યોજાયેલી બેઠકમાં સરકારી અધિકારીઓએ સોમવારથી 22 ઓગસ્ટ સુધી જાપાનમાં ઇમરજન્સી લાગૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહામારીને કારણે એક વર્ષ સ્થગિત થયેલ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી થવાનું છે. રમત દરમિયાન વિદેશી દર્શકોને પ્રવેશ મળશે નહીં અને છ સપ્તાહની ઇમરજન્સીથી સ્થાનિક દર્શકોને પણ મંજૂરી આપવાની સંભાવના ખતમ થઈ ગઈ છે. જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ કહ્યુ કે દેશમાં ભવિષ્યમાં સંક્રમણના કેસ ન વધે તેથી આપાત સ્થિતિ લાગૂ કરવી જરૂર છે. 


આઈઓસી અને સ્થાનીક આયોજક જાપાન કોરોના મહામારી છતાં રમતના આયોજનનો પ્રયાસ કરી રહ્યાં છે. ઇમરજન્સી સ્થિતિમાં મુખ્ય રૂપથી ધ્યાન દારૂ પીરસતા બાર અને રેસ્ટોરન્ટને બંધ કરવાની અપીલ પર છે. આ દારૂ પર પ્રતિબંધ ઓલિમ્પિક સંબંધિ ગતિવિધિઓને સિમિત કરવા તરફ એક પગલું છે. 


ટોક્યોના નિવાસીઓને ઘરોમાં રહેવા અને ટીવી પર ઓલિમ્પિક જોવાનું કહેવામાં આવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રી નોરિહિસા તામુરાએ કહ્યુ, મુખ્ય મુદ્દો તે છે કે લોકોને ઓલિમ્પિકનો આનંદ લેતા સમયે દારૂ પીવા માટે બહાર આવતા કેમ રોકવામાં આવે. ટોક્યોમાં બુધવારે 920 કેસ સામે આવ્યા જ્યારે પાછલા સપ્તાહે આ સંખ્યા 714 હતી. 


દર્શકોના પ્રવેશને લઈને નિર્ણય શુક્રવારે થશે જ્યારે સ્થાનીક આયોજકોની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને અન્ય પ્રતિનિધિઓ સાથે મુલાકાત થવાની છે. ટોક્યોમાં આ સમયે આકરા પ્રતિબંધો લાગૂ નથી અને બાર તથા રેસ્ટોરન્ટનો સમય ઘટાડવા છતાં કોરોના સંક્રમણ ઓછુ થયું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube