Neeraj Chopra ને ખૂબ ભાવે છે પાણીપુરી, બ્રેડ આમલેટ તો ગમે ત્યારે આપો
દેશના સ્ટાર ભાલા ફેંક (Javelin Throw) ખેલાડી નીરજ ચોપડા (Neeraj Chopra) એ દેશને ગોલ્ડ મેડલ (Gold Medal) અપાવી દેશનું ગર્વ વધાર્યું છે. ત્યારે શું તમને ખબર છે નીરજ ચોપડાને સૌથી વધુ શું પસંદ છે.
પાણીપત: દેશના સ્ટાર ભાલા ફેંક (Javelin Throw) ખેલાડી નીરજ ચોપડા (Neeraj Chopra) એ દેશને ગોલ્ડ મેડલ (Gold Medal) અપાવી દેશનું ગર્વ વધાર્યું છે. ત્યારે શું તમને ખબર છે નીરજ ચોપડાને સૌથી વધુ શું પસંદ છે. ચાલો આજે તમને નીરજના મનપસંદ ભોજન વિશે જણાવીએ . નીરજને પાણીપુરી સૌથી વધુ પસંદ છે. આમ તો તે કોઇ લગ્ન કે પાર્ટીમાં ખૂબ ઓછા જાય છે. પરંતુ કોઇ જગ્યાએ જવું પડે અને ત્યાં પાણીપુરી (Panipuri) નો સ્ટોલ હોય તો સૌથી પહેલાં તે તરફ વળી જાય છે. ગામમાં પણ આવે છે તો પાણીપુરી જરૂર ખાય છે. કહે છે કે તેમાં તો પાણી હોય છે. તેનાથી કોઇ નુકસાન નથી.
આમ તો નીરજ (Neeraj Chopra) ને પાણીપુરી (Panipuri) બાદ સૌથી વધુ પસંદ છે બ્રેડ આમલેટ. તેમનું કહેવું છે કે બ્રેડ આમલેટ તો તેમને ગમે ત્યારે આપી દો. અભ્યાસ કરી રહ્યા કે ન કરી રહ્યા હોય. પરત ફરે ત્યારે જો બ્રેડ આમલેટ મળી જાય તો તેને છોડતા નથી.
Tokyo Olympics: નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિકમાં 13 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ
ફ્રેશ જ્યૂસ છે પસંદ
ફ્રેશ જ્યૂસને વધુ મહત્વ આપે છે. બોટલમાં બંધ જ્યૂસ તેમને પસંદ નથી. પોતાની સામે જ્યૂસ કઢાવે છે. ત્યારે જ પીવે છે. સામાન્ય રીતે તેમને ગાળ્યા વિનાનો જ્યૂસ જ પસંદ છે.
જાતે બનાવે છે વેજ બિરયાની
સ્ટાર ખેલાડીને વધુ એક ભોજન પસંદ છે. તે છે વેજ બિરયાની. રસપ્ર છે આ વેજ બિરયાની (Biryani) પોતાના હાથે જ બનાવેલી વધુ ગમે છે. કહે છે કે પોતાના હાથે મીઠાવાળા ભાતની મજા કંઇક અલગ જ છે. જોકે રમતમાં હોવાથી તે ઘણા લાંબા સમયથી પરિવારથી અલગ રહ્યા. પોતે જાતે ભોજન બનાવતાં પણ શીખ્યા. સૌથી સરળ લાગ્યું વેજ બિરયાની (Biryani) બનાવવાનું. પછી તો આ તેમની પસંદ પણ બની ગઇ.
Neeraj Chopra એ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, PM અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા
એક સમયે શરત લગાવીને ખાતા હતા
ગામમાં મિત્રોએ જણાવ્યું હતું કે નીરજનું વજન ખૂબ વધી ગયું હતું. જોકે ડાયટ (Diat) વધુ હતી. શરત લગાવીને પણ ફાસ્ટફૂડ (Fast Food) પણ ખાતા હતા. બધા આશ્વર્ય પામતા હતા. જોકે હવે નીરજે (Neeraj Chopra) આ બધુ છોડી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube