Tokyo Olympics: સાનિયા મિર્ઝા- અંકિતા રૈનાની જોડીએ કર્યા નિરાશ, પહેલી જ મેચમાં મળી હાર
ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) ટેનિસના વુમન્સ ડબલ્સ (Women`s Doubles Tennis) મુકાબલામાં ભારતની સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના (Sania Mirza-Ankita Raina)ની જોડીની સફર પહેલી મેચ બાદ ખતમ થઇ ગઇ.
નવી દિલ્હી: ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) ટેનિસના વુમન્સ ડબલ્સ (Women's Doubles Tennis) મુકાબલામાં ભારતની સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના (Sania Mirza-Ankita Raina)ની જોડીની સફર પહેલી મેચ બાદ ખતમ થઇ ગઇ.
ભારતીય જોડીની હાર
સાનિયા મિર્ઝા (Sania Mirza) અને અંકિતા રૈના (Ankita Raina) ને યૂક્રેન (Ukraine) ની લિયૂડમાયલા કિચેનકોક (Liudmyla Kichenok) અને નાડિયા કિચેનકોક (Nadiia Kichenok) ની જોડીએ 6-0, 6-7, 8-10 થી માત આપી.
ચોથી વાર નિષ્ફળ થઇ સાનિયા
સાનિયા મિર્ઝાએ બીજિંગ ઓલમ્પિક (Beijing 2008) માં સુનિતા રાવ (Sunitha Rao), લંડન ઓલમ્પિક (London 2012) માં રશ્મિ ચક્રવર્તી (Rushmi Chakravarthi) અને રિયો ઓલમ્પિક (Rio 2016) માં પ્રાર્થના થોંબારે (Prarthana Thombare) ની સાથે મળીને વીમેન્સ ડબલ્સ ટેનિસ (Women's Doubles Tennis) માં ભાગ લીધો હતો, પરંતુ દર વખતે તે ઓલમ્પિક મેડલ જીતવામાં નિષ્ફળ રહી.