નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics 2020) ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન હજુ પણ ચાલુ છે. મંગળવારનો દિવસ પણ ભારતીય ખેલાડીઓ (Indian Player) માટે ખૂબ જ સારો હતો. ભારતના સિંહરાજ અધનાએ (Singhraj Adhana) આજે ​​સવારે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો હતો. આ પછી, હવે હાઈ જમ્પમાં (High Jump) ભારતના મરિયપ્પન થંગાવેલુએ (Mariyappan Thangavelu) સિલ્વર (Silver Medal) અને શરદ કુમારે (Sharad Kumar) આ જ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોક્યો પેરાલિમ્પિક્સમાં પેરા એથલીટ્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે શરદ કુમારે બ્રોન્ઝ મેળવ્યો. પુરુષોની હાઇ જમ્પ T63 ઇવેન્ટમાં મરિયપ્પન 1.86 મીટર, જ્યારે શરદ 1.83 મીટર કૂદકો લગાવ્યો હતો. અમેરિકાનો સેમ ક્રૂ ગોલ્ડ મેડલ (1.88) જીતવામાં સફળ રહ્યો.


આ પણ વાંચો:- IPL 2021: રાજસ્થાન રોયલ્સને વધુ એક ઝટકો, આ તોફાની બેટ્સમેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત


ટોકિયો ગેમ્સમાં હાઈ જમ્પમાં ભારત પાસે હવે ત્રણ મેડલ છે. અગાઉ, ભારતના નિશાદ કુમારે રવિવારે એશિયન રેકોર્ડ સાથે પુરુષોની હાઇ જમ્પ T47 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.


આ સાથે મરીયપ્પન થંગાવેલુએ પેરાલિમ્પિક ગેમ્સમાં સતત બીજો મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે અગાઉ રિયો 2016 માં પણ ગોલ્ડ જીત્યો હતો. જેવેલિન થ્રો પેરા એથલીટ દેવેન્દ્ર ઝાઝરીયા પાસે પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ (2004, 2016) મેડલ છે.


ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો આઠમો મેડલ, શૂટિંગમાં સિંઘરાજ અધનાએ જીત્યો બ્રોન્ઝ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મરિયપ્પન અને શરદને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું - ઉંચા અને ઉંચા ઉડાન! મરીયપ્પન થંગાવેલુ નિરંતરતા અને ઉત્કૃષ્ટતાનો પર્યાય છે, સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. ભારતને તેમના પરાક્રમ પર ગર્વ છે.


ટીમ ઈન્ડિયાની મોટી મુસીબત ટળી, વિરાટનો સૌથી મોટો દુશ્મન ચોથી ટેસ્ટમાંથી થયો આઉટ!


શૂટિંગમાં સિંહરાજને બ્રોન્ઝ મળ્યો
ભારતના સિંહરાજે મંગળવારે જ ટોક્યો પેરાલિમ્પિક્સની શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ફાઇનલમાં ત્રીજા સ્થાને રહ્યો. હરિયાણાના પેરા શુટરે 216.8 નો સ્કોર કર્યો અને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube