ટોક્યો: ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) ગેમ્સમાં રવિવારે વિનોદ કુમારે (Vinod Kumar) ભારત માટે ડિસ્ક થ્રોની (Discuss Throw) F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ (bronze medal) પોતાના નામે કર્યો હતો. પરંતુ હવે તેમની પાસેથી તેમનો આ બ્રોન્ઝ મેડલ પરત લેવામાં આવ્યો છે કેમ કે, તેમને ડિસ્ક થ્રોની F52 કેટેગરી માટે અયોગ્ય ગણવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનોદે પાછો આપવો પડશે મેડલ
ભારતના ડિસ્ક થ્રોઅર વિનોદ કુમારના (Vinod Kumar) બ્રોન્ઝ મેડલને હવે અમાન્ય જાહેર કરવામાં આવ્યો છે. વિનોદે ગઈ કાલે જ પુરુષોની ડિસ્ક થ્રોની (Discuss Throw) F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ (bronze medal) જીત્યો હતો પરંતુ કેટલાક દેશોએ વિરોધ કર્યા બાદ પરિણામ અટકાવવામાં આવ્યું હતું. પરંતુ આજે એવી જાહેરાત કરવામાં આવી હતી કે વિનોદે હવે પોતાનો મેડલ પાછો આપવો પડશે કારણ કે તેણે જે શ્રેણીમાં જીત મેળવી છે તેને અમાન્ય જાહેર કરવામાં આવી છે.


આ પણ વાંચો:- ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરતા જ થયો ટ્રોલ, પત્ની પર ફેન્સે કરી આવી કમેન્ટ


F52 કેટેગરીનો સહભાગી હતો વિનોદ
બીએસએફના 41 વર્ષના જવાનને 19.91 મીટર દૂર સુધી ડિસ્ક ફેંકી (Discuss Throw) ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તે પોલેન્ડના પિયોટ્ર કોસેવિઝ (20.02 મીટર) અને ક્રોએશિયાના વેલિમીર સેન્ડોર (19.98 મીટર) થી પાછળ હતા. જેમણે ક્રમશ: ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. વિનોદે F52 કેટેગરી પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં તે એથલીટ્સને સામેલ કરવામાં આવે છે જેમના સ્નાયુઓમાં નબળાઈ છે. અંગોનો અભાવ, પગની અસામાન્ય લંબાઈ, આવા ખેલાડીઓ વ્હિલચેર પર બેસીને સ્પર્ધામાં ભાગ લે છે. 22 ઓગસ્ટે વિનોદની પરીક્ષા થઈ ચૂકી છે જેમાં તે પાસ થયો હતો.


આ પણ વાંચો:- એક હાથથી દેશને બે ગોલ્ડ અને એક સિલ્વર સહિત ત્રણ મેડલ અપાવનારા દેવેન્દ્રની સંઘર્ષ ગાથા


એશિયન રેકોર્ડમાં પણ નોંધાવ્યું પોતાનું નામ
વિનોદે 19.91 મીટરના ડિસ્ક થ્રો સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. આ એક એશિયન રેકોર્ડ પણ છે. તેમણે 6 અટેમ્પ્ટમાં 17.49 મીટર, 18.32 મીટર, 17.80 મીટર, 19.12 મીટર, 19.91 મીટર અને 19.81 મીટર દૂર ડિસ્ક ફેંકી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube