Tokyo Paralympics માં ગુજ્જુ ગર્લ પાસે ગોલ્ડની આશા, ભાવિના પટેલે મારી ટેબલ ટેનિસ ફાઈનલમાં એન્ટ્રી
જાપાનની (Japan) રાજધાની ટોક્યોમાં (Tokyo) ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં (Paralympics) ભારતની (India) ભાવિના પટેલે (Bhavina Patel) ઇતિહાસ રચ્યો હતો. તેણીએ સેમિફાઇનલમાં ચીનના (China) મિયાઓ ઝાંગને (Miao Zhang) 3-2 થી હરાવી હતી
નવી દિલ્હી: જાપાનની (Japan) રાજધાની ટોક્યોમાં (Tokyo) ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં (Paralympics) ભારતની (India) ભાવિના પટેલે (Bhavina Patel) ઇતિહાસ રચ્યો હતો. તેણીએ સેમિફાઇનલમાં ચીનના (China) મિયાઓ ઝાંગને (Miao Zhang) 3-2 થી હરાવી હતી.
ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ
ભાવિના પટેલે (Bhavina Patel) ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 (Table Tennis Women's Singles Class 4) ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ થયો છે. હવે ભાવિના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 7:30 કલાકે ગોલ્ડ માટે ચીનની ઝોઉ યિંગ (Zhou Ying) સાથે સ્પર્ધા કરશે.
આ પણ વાંચો:- 31 વર્ષની ઉંમરમાં પૂર્ણ થયું આ ખેલાડીનું કરિયર? WC કેમ IPL ટીમથી પણ થશે બહાર!
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube