નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર્સે કમાલ કરી નાખ્યો છે. મનિષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે સિંહરાજે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો. P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએસ-1 ફાઈનલમાં મનિષ નરવાલે 218.2નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે સિંહરાજ 216.7 અંક સાથે બીજા સ્થાન પર રહ્યા. ભારતના મેડલની સંખ્યા હવે 15 પર પહોંચી ગઈ છે. 


આ બંને શૂટર્સ ફરીદાબાદના છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સિંહરાજ 536 અંકો સાથે ચોથા સ્થાને રહ્યા હતા જ્યારે મનિષ નરવાલ 533 અંક પર સાતમા નંબર પર રહ્યા હતા. આ સાથે જ ટોક્યો પેરાલિમ્પિકમાં મનિષ નરવાલે ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો છે. આ અગાઉ અવની લાખેરાએ (Women's 10m Air Rifle SH1) અને સુમિત અંતિલે  (Men's Javelin Throw F64) ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube