ટોક્યોઃ ગોલ્ફમાં ભારત માટે મેડલની આશા સમાપ્ત થઈ ગઈ છે. અદિતિ અશોકે ચોથા સ્થાન પર ફિનિશ કર્યુ છે. અદિતિ માત્ર એક શોટના અંતરથી મેડલ ચુકી છે. પરંતુ અદિતિ અશોક ઓલિમ્પિકમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ગોલ્ફર બની ગઈ છે. અંતિમ શોટ સુધી અદિતિ મેડલની રેસમાં બનેલી હતી. પરંતુ ભાગ્યએ અદિતિનો સાથ આપ્યો નહીં. ગોલ્ફ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ અમેરિકાના ખાતામાં ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના ખાતામાં ગયો ગોલ્ડ મેડલ
મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે ગોલ્ફ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ અમેરિકાની ગોલ્ફર નૈલી કોર્ડાના ખાતામાં ગયો છે. હવે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે જાપાનની નોમી ઇનામી અને ન્યૂઝીલેન્ડની લેડિયા વચ્ચે મુકાબલો થશે. 


આ પણ વાંચોઃ Tokyo Olympics: આજે ભાલા ફેંકની ફાઇનલ, ભારતનો નીરજ અને પાકિસ્તાનનો અરશદ આમને-સામને  


ઓલિમ્પિકમાં ગોલ્ફનું પર્દાપણ 1900ની પેરિસ ગેમ્સમાં થયું હતું. આ રમત આગામી સીઝનમાં પણ ઓલિમ્પિકનો ભાગ રહી. પરંતુ ત્યારબાદ ઓલિમ્પિકમાં આ રમત જોવા મળી નહીં. આખરે 112 વર્ષ બાદ 2016માં રિયો ઓલિમ્પિકમાં ગોલ્ફની વાપસી થઈ હતી. રિયોમાં શિવ ચોરસિયા, અનિર્બાન લાહિડી અને અદિતિ અશોકે ઓલિમ્પિકમાં પર્દાપણ કર્યુ હતું. ટોક્યો ઓલિમ્પિકમાં અદિતિ સિવાય ત્રણ અન્ય ગોલ્ફરો (અનિર્બાન લાહિડી, ઉદયન માને અને દીક્ષા ડાગર) ને તક મળી હતી. 


આ રીતે શરૂ થઈ અદિતિની ગોલ્ફ સફર
મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી (29 માર્ચ, 1998- બેંગલુરૂમાં) ગોલ્ફર અદિતિ અશોકે માત્ર 5 વર્ષની ઉંમરમાં ગોલ્ફ રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ ત્યારે બેંગલુરૂમાં માત્ર ત્રણ ગોલ્ફ કોર્સ હતા. પુત્રીની ગોલ્ફ શીખવાની જિદ બાદ અદિતિના પિતા તેને કર્ણાટક ગોલ્ફ એસોસિએશન ડ્રાઇવિંગ રેન્જ લઈને જવા લાગ્યા. અદિતિએ ગોલ્ફને પોતાનું કરિયર બનાવી લીધું.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube