દુબઈઃ આઈસીસીએ નવી ટી-20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્સ પહેલા સ્થાને આવી ગયો છે. એરોન ફિન્ચે હાલમાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી-20 ત્રિકોણીય શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી જેમાં 172 રનની વર્લ્ડ રેકોર્ડ ઈનિંગ પણ સામેલ છે. એરોન ફિન્ચ આઈસીસી ટી-20 રેન્કિંગમાં 900 રેટિંગ પોઇન્ટ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરપ પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ફખર જમાં આઈસીસી ટી-20 રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. 


આઈસીસી ટી-20 રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન કેએલ રાહુલ ટોપ-3માં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણીમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા રાહુલે સદી ફટકારી હતી. 


રાહુલ સિવાય કોઈપણ ભારતીય ખેલાડી ટોપ-10માં સ્થાન મેળવી શક્યો નથી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટી-20માં સદી ફટકારનાર રોહિત શર્મા રેન્કિંગમાં 11માં સ્થાન પર છે જ્યારે કેપ્ટન વિરાટ કોહલી 12માં સ્થાન પર છે. 


રેન્કિંગમાં ચોથા સ્થાન પર ન્યૂઝીલેન્ડનો કોલિન મુનરો છે જ્યારે પાંચમાં સ્થાન પર પાકિસ્તાનનો બાબર આઝમ છે જ્યારે છઠ્ઠા સ્થાને ઓસ્ટ્રેલિયાન ગ્લેન મેક્સવેલ છે. 


ટોપ ટેનમાં સાતમાં સ્થાન પર વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેટ્સમેન ઇવન લુઇસ છે. આઠમાં સ્થાને માર્ટિન ગુપ્ટિલ જ્યારે નવમાં સ્થાને ઈંગ્લેન્ડનો એલેક્સ હેલ્સ છે. ટોપ ટેનમાં ડિઆર્સી શોર્ટ 10મું સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.