સિડનીઃ ભારતીય ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસની તપાસમાં નેગેટિવ આવ્યા બાદ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ માટે શનિવારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હાલમાં યૂએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાલ લેનાર હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને મોહમ્મદ સિરાજ સહિત ઘણા ક્રિકેટરોએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ ટ્વિટર પર ખેલાડીઓના આઉટડોર અભ્યાસ અને જિમ સત્રની તસવીરો પોસ્ટ કરી છે. સ્પિનર કુલદીપ યાદવ, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને ચેતેશ્વર પૂજારા અભ્યાસ કરતા જોવા મળ્યા. તસવીરોમાં ફાસ્ટ બોલર ટી નટરાજન અને દીપક ચાહર પણ જોવા મળી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર