લંડનઃ ભારત વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં સ્વિંગના કમાલ દેખાડનાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે, ટાઇટલનું પ્રબળ દાવેદાર વિરુદ્ધ આ જીતથી ન્યૂઝીલેન્ડનું વિશ્વ કપ પહેલા મનોબળ વધશે. બોલ્ટે 33 રન આપીને 4 વિકેટ ઝડપી જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતને 40 ઓવરની અંદર 179 રન પર આઉટ કરી દીધું હતું. બોલ્ટે શનિવારે કેનસિંગ્ટન ઓવરમાં રમાયેલી મેચ બાદ આઈસીસીને કહ્યું, થોડો સ્વિંગ જોવા મળ્યો તે સારૂ લાગ્યું. મને દરેક જગ્યાએ આવી વિકેટ પસંદ આવશે. આ સારો પડકાર બનવા જઈ રહ્યું છે પરંતુ બોલિંગ એકમના રૂપમાં અમે તેના માટૈ તૈયાર છીએ. આજના મેચથી અમારા થોડું મનોબળ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલ્ટે કહ્યું, 'હા, પરંતુ જ્યારે સ્વિંગ નહીં મળે તો ત્યારથી મોટો પડકાર હશે.' ત્યારે અમારે કેમ વિકેટ મેળવવી. અમારે તેના પર ધ્યાન આપવું પડશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલના મેચોમાં બેટ્સમેનોને ફાયદો થતો હતો અને માનવામાં આવી રહ્યું છે કે વિશ્વકપમાં મોટો સ્કોર બનશે. 


ન્યૂઝીલેન્ડના આ પેસરે કહ્યું, 'આપણે જાણીએ છીએ કે બેટિંગ ટીમ માટે શરૂઆતી વિકેટ કેટલું મહત્વ રાખે છે.' અમે વધુમાં વધુ આક્રમક થવા ઈચ્છીએ છીએ જેથી અમે શરૂમાં વિકેટ હાસિલ કરી શકીએ. અમે જાણીએ છીએ કે ટોપ ક્રમમાં 2 કે 3 વિકેટ ઝડપવાથી વિરોધી ટીમ ખુબ દબાવમાં આવી જશે. આ અમારી મૂળ રણનીતિ છે. મારી રણનીતિ બોલને આગળ પિચ કરાવીને તેને વધુમાં વધુ સ્વિંગ કરાવવા પર છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર