Table Tennis: જી સાથિયાને વિશ્વ કપ માટે કર્યું ક્વોલિફાઇ
ટેબલ ટેનિસના વિશ્વ કપનું આયોજન આ વર્ષે 18 થી 20 ઓક્ટોબર સુધી ચીનના ચેંગદૂમાં થશે.
યોકોહામાઃ ભારતના જી. સાથિયાને આગામી ટેબલ ટેનિસ વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. તેણે રવિવારે આઈટીટીએફ-એટીટીયૂ એશિયન કપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તાઇવાનના 17 વર્ષના લિન યુન જૂએ સાથિયાનને 4-0 (11-4, 11-8, 11-8, 14-12)થી પરાજય આપીને પાંચમું સ્થાન હાસિલ કર્યું હતું.
જી. સાથિયાને આ હાર છતાં છઠ્ઠા સ્થાન પર રહેની વિશ્વ કપની ટિકિટ મેળવી લીધી છે. વિશ્વ કપનું આયોજન આ વર્ષે 18 થી 20 ઓક્ટોબર વચ્ચે ચીનના ચેંગદૂમાં થશે. સાથિયાન એશિયન કપમાં પ્રથમવાર રમી રહ્યો હતો.
વર્લ્ડ નંબર-21 સાથિયાન પ્રથમ બે ગેમમાં થોડા પોઈન્ટ હાસિલ કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ અંતમાં તે વર્લ્ડ નંબર-28 જૂ વિરુદ્ધ દબાવમાં આવી ગયો અને અંતે છઠ્ઠા સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. સાથિયાને શનિવારે વિશ્વના 14માં નંબરના ખેલાડી હોંગકોંગના ચુન ટિંગ વોંગને હરાવીને અપસેટ સર્જયો હતો.