કટક: ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓએ 21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની સિંગલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પણ જીતી લીધા. સોમવારે રમાયેલી ફાઇનલ મુકાબલામાં પુરૂષ સિંગલ્સમાં હરમીત દેસાઇ અને મહિલા સિંગલ્સમાં અહિકા મુખર્જીએ બાજી મારી. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ટેટે ચેમ્પિયનશિપના બધા સાત ગોલ્ડ મેડલ જીતી લીધા. આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. આ ઉપરાંત ભારતે પાંચ રજત અને ત્રણ કાંસ્ય પદક પોતાના નામે કરી લીધા. તે ટૂર્નામેન્ટના પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ ની પ્રથમ બે t 20 મેચ માટે ટીમ જાહેર, ક્રિસ ગેલ બહાર


કોમનવેલ્થ ટેટે ચેમ્પિયનશિપ અહીંના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં રમાઇ હતી. સોમવારે તેના સિંગલ્સ અને ડબલ્સ વર્ગ વર્ગની ફાઇનલ યોજાઇ હતી. પુરૂષ સિંગલ્સમાં હરમીત દેસાઇએ હમવતન જી સાથિયાનને માત આપી. મહિલા સિંગલ્સમાં અહિકા મુખર્જીએ હમવતન મધુરિકા પાટકરને 4-0 થી હરવીને ગોલ્ડ પોતાના નામે કર્યા.  


આ ચેમ્પિયનશિપમાં હરમીત દેસાઇ સિગલ મેન તરીકે ટેબલ ટેનિસ રમી રહ્યો હતો. એક પછી એક મેચની જીત બાદ આખરે સોમવારે સાંજે જી સાથિયાન અને હરમિત દેસાઇ વચ્ચે ફાઇનલ મેચ રમાય હતી. ખાસ કરીને હરમિતની સામે રમી રહેલો જી સાથિયાન ટેબલ ટેનિસમાં વર્લ્ડ 24મા સ્થાન ધરાવે છે. મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમીત દેસાઈએ જી સાથિયાનને રોમાંચક મેચમાં 4-3થી હરાવ્યો હતો. મેન્સ ડબલ્સ અને વુમન્સ ડબલ્સના ટાઈટલ પણ ભારતીય ખેલાડીએ જીત્યા હતા.


શુભમન અને મયંકને ટીમમાંથી OUT, પસંદગીકાર MSK પ્રસાદ થઇ રહ્યા છે troll

પુરૂષ ડબલ્સમાં એંથની અમલરાજ અને માનવ થક્કરની જોડીએ હમવતન સાથિયાન અને અચંતા શરત કમલની જોડીને 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. મહિલા ડબલ્સમાં પૂજા સહસ્ત્રબુદ્ધે અને કૃત્વિકા સિંધા રાયે શ્રીજા અકુલા અને મૌસમી પોલને 3-1 હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવી લીધો. 

ધોની ઇન્ડિયન આર્મી સાથે કાશ્મીરમાં કરશે ટ્રેનિંગ, સેના પ્રમુખની મંજુરી: સુત્ર


સાથિયાન-અર્ચનાએ મિકસ્ડ ડબલ્સનો ગોલ્ડ જીત્યો
આ પહેલાં જી સાથિયાન અને અર્ચના કામથની જોડીએ ચેમ્પિયનશિપની મિકસ્ડ ડબલ્સનો ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો. ભારતીય જોડીએ રવિવારે રમાયેલી ફાઇનલમાં સિંગાપુરના પેંગ યુ ઇન કોઇન અન રૂઇ ઝુઆનને 3-0થી હરાવ્યા. ભારતે ટીમ ઇવેન્ટના બંને ગોલ્ડ મેડલ જીતી લીધા છે.