નવી દિલ્હી: ભારતીય ટીમે તેમની ઓલ રાઉન્ડર રમતના કારણે રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલા આઇસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019)ના તેમના ચોથા મુકાબલામાં પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું છે. મેચનો નિર્ણય DL નિયમના આધારે થયો. મેચ હાર્યા બાદ ભારતમાં જ્યાં ઘરોથી લઇને રસ્તા સુધી ઉજવણીનો માહોલ હતો, ત્યારે પાકિસ્તાનમાં નિરાશા જોવા મળી હતી. વિરોધ સ્વરૂપે પાડોસી દેશના લોકોએ રસ્તા પર ટીવ સેટ તોડી તેમની ટીમની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર જુદી-જુદી પોસ્ટ અને ટ્વિટ કરી ઉગ્રતાથી ભડાસ કાઢી છે.


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...