નવી દિલ્હી: IPL માં ટૂંક સમયમાં બે નવી ટીમોની એન્ટ્રી થવા જઈ રહી છે, એવામાં દુનિયાની સૌથી મોટી ટ-20 ક્રિકેટ લીગની મજા બમણી થવા જઈ રહી છે. આગામી વર્ષે બે નવી ટીમો ઉમેરવાની તૈયારી છે, જેના કારણે IPL 10 ટીમોની ટૂર્નામેન્ટ બની જશે. પરંતુ આ બે નવી ટીમોનો ખર્ચ તમારા હોશ ઉડાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL માં આવશે બે નવી ટીમો
દુનિયાની નજર IPL 2022 ની સીઝનમાં છે. ક્રિકબઝના એક અહેવાલ મુજબ, BCCI IPL 14 ના બીજા તબક્કા પહેલા બે ટીમોનો સમાવેશ કરવામાં વ્યસ્ત છે. રિપોર્ટ અનુસાર જુલાઈમાં બે નવી ટીમો ઉમેરી શકાશે. અન્ય ઇન્ટરસ્ટેડ પાર્ટીઓ પાસે કેટલાક સંકેત પણ છે કે, અંતિમ કિંમત શું હોઈ શકે છે.


આ પણ વાંચો:- ICC એ જાહેર કરી T20 વર્લ્ડકપની તારીખો, BCCIની યજમાનીમાં ઓમાન અને યૂએઈમાં રમાશે ટૂર્નામેન્ટ


ઘણી મોટી હશે બંને ટીમોની કિંમત
IPL ની વર્તમાન 8 ટીમોમાં સીએસકે, મુંબઇ, કેકેઆર અને આરસીબી 4 સૌથી મોંઘી ટીમો છે. જ્યારે મુંબઈની કિંમત 2700 થી 2800 કરોડ છે, જ્યારે સીએસકેની કિંમત 2200 થી 2300 કરોડ છે. ક્રિકબઝના મતે નવી ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઈસ આશરે 250 મિલિયન યુએસ ડોલર અથવા 1800 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જ્યારે તેમની અંતિમ કિંમત રૂપિયા 2200-2900 કરોડની વચ્ચે રહેશે.


આ પણ વાંચો:- Sachin Tendulkar કે Virat Kohli નહીં, આ ભારતીય બેટ્સમેને ફટકાર્યા છે ઈંગ્લેન્ડમાં સૌથી વધારે રન


રસપ્રદ રહેશે IPL
તમને જણાવી દઈએ કે 2014 થી ટી20 ટૂર્નામેન્ટ ફક્ત આઠ ટીમો સાથે જ રમાઈ રહી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે નવી ટીમોના ઉમેરવાનું પરિણામ શું આવશે. IPL 2022 માં પણ મોટી હરાજી થશે, જેમાં ટીમોને સંપૂર્ણ સુધારણાના સમયગાળામાંથી પસાર થવું પડશે. હાલમાં, BCCI નું લક્ષ્ય આ વર્ષે આઇપીએલની સીઝનની મેચનું આયોજન કરવાનું છે. IPL ની કુલ 31 મેચ યુએઈમાં રમાવાની છે. કોરોનાને કારણે મેમાં ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરીથી સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube