U 19 ASIA CUP: પાકિસ્તાન બહાર, ભારત સહિત આ ચાર ટીમ સેમિફાઇનલમાં
ભારતીય ટીમે યજમાન શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ સેમિફાઇનલ રમવાની છે. શ્રીલંકાએ 3માથી બે ગ્રુપ મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
નવી દિલ્હીઃ શ્રીલંકામાં રમાઇ રહેલા અન્ડર-19 એશિયા કપની સેમિફાઇનલ લાઇનઅપ નક્કી થઈ ગઈ છે. યમજાન શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને અંતિમ ચારમાં જગ્યા બનાવી છે. પાકિસ્તાનની ટીમ છેલ્લા મેચમાં વિજય મેળવ્યા છતાં ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે.
મંગળવારે રમાયેલા ગ્રુપ મુકાબલા બાદ અન્ડર-19 એશિયા કપની અંતિમ ચાર ટીમોનો નિર્ણય થઈ ગયો છે. પાકિસ્તાનની ટીમે અંતિમ મુકાબલામાં કુવૈતને 163 રનથી પરાજય આપ્યો હતો. ભારતે ત્રણેય ગ્રુપ મુકાબલામાં જીત હાસિલ કરીને સેમિમાં પ્રવેશ કર્યો છે. ભારતે પ્રથમ મેચમાં કુવૈતને સાત વિકેટથી હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં પાકિસ્તાનને 60 રને પરાજય આપ્યો હતો. અંતિમ લીગ મેચમાં ભારતે અફઘાનિસ્તાન સામે 9 વિકેટથી જીત મેળવી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ સેમિફાઇનલ
ભારતીય ટીમે યજમાન શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ સેમિફાઇનલ રમવાની છે. શ્રીલંકાએ 3માથી બે ગ્રુપ મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. યજમાન ટીમ ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી.
Pandya vs Pandya: હાર્દિક પંડ્યાના શોટ પર માંડ-માંડ બચ્યો ક્રુણાલ, જુઓ VIDEO
અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બીજીસેમિફાઇનલ
ટૂર્નામેન્ટનો બીજો સેમિફાઇનલ મુકાબલો અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બાંગ્લાદેશની ટીમ ગ્રુપ બીમાં ટોપ પર રહી હતી જ્યારે અફઘાનિસ્તાન ગ્રુપ એમાં બીજા સ્થાને રહ્યું હતું.
ભારત સાતમી વખત પહોંચ્યું સેમિફાઇનલમાં
છ વખતની અન્ડર-19 એશિયા ચેમ્પિયન ભારતે સાતમી વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારત આ પહેલા રમાયેલી આઠમાંથી છ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું.