નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમને આઇસીસી અંડર 19 વર્લ્ડ કપની  (ICC U19 World Cup 2020) ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશને 178 રનનો ટાર્ગેટ આપ્યો, જેને બાંગ્લાદેશી ટીમે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ત્રણ વિકેટથી હરાવી દીધી. 41 ઓવરમાં વરસાદનાં કારણે મેચ અટકાવવામાં આવી હતી. ત્યાર બાદ તેને 46 ઓવરમાં 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્યા સુધી ટીમ 163 રન બનાવી ચુકી હતી.  રમત ચાલુ થયા બાદ સાત બોલ બાકી હતા ત્યારે જ ટીમે જરૂરી રન બનાવી લીધા હતા. આ સાથે બાંગ્લાદેશને ત્રણ વિકેટથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં અહીં ચાલી રહ્યું છે વિન્ટેજ કારનું પ્રદર્શન, ફરી ક્યારે નહી આવી તક !
બાંગ્લાદેશ માટે સૌથી વધારે 47 રન પરવેઝ હુસૈને બનાવ્યા. બીજી તરફ અકબર અલીએ પણ અંતમાં શાનદાર 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિ બિન્નોઇ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 10 ઓવરમાં 30 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. એક સમયે બાંગ્લાદેશનો 85 રન પર જ 5 વિકેટ પડી ગઇ હતી. ત્યાર બાદ બાંગ્લાદેશ જબરદસ્ત વાપસી કરી જો કે 143 રન સુધીમાં સાત વિકેટ પડી ગયા બાદ ફરી એક વાર ભારતીય ટીમ હાવી થઇ હતી.


થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, જો એક ટુકડો પણ મળ્યો તો સમજો બેડો પાર !
બાંગ્લાદેશની ટીમની શરૂઆત સારી રહી. પરવેઝ ઇમામ અને તાંજિદ હુસૈને 9 ઓવર પહેલા જ પોતાની ટીમ માટે 50 રન બનાવ્યા. બીજી તરફ ભારતીય પેસર્સ થોડા ભટકતા જોવા મળ્યા. 9મી ઓવરમાં રવિ બિશ્નોએ ભારતને પહેલી સફળતા તાજિંદની વિકેટ દ્વારા અપાવી. ત્યાર બાદ બિશ્નોઇએ 13મી ઓવરમાં 62નાં સ્કોર પર મેહમૂદુલ હસન જોયને બોલ્ડ કરી દીધા, આ સાથે જ પરવેઝ હુસૈન ઇમોન પણ ઇજાનાં કારણે પેવેલિયન પરત ફર્યો.

વડોદરાની ગજબની મિસ્ટ્રી : 17 વર્ષના સ્ટુડન્ટની પ્રેમપ્રકરણમાં આત્મહત્યા? પરિવારનો હત્યાનો આરોપ
ત્યાર બાદ 62 રને બીજી વિકેટ વિશ્નોઇએ 13મી ઓવર પર પાડી દીધી હતી. બીજી તરફ આ પરવેઝ હુસૈન પણ ઇજાનાં કારણે પેવેલિયન પરત ફર્યો હતો. પછી બિશ્નોએ પોતાની ત્યાર બાદની ઓવરમાં તૌહીદ હિરદોને જીરો રન પર આઉટ કરીને ત્રીજી વિકેટ ઝડપી લીધી હતી. બે ઓવર બાદ જ સુશાંતે શમીન હુસૈનને આઉટ કરીને 85નાં સ્કોર પર બાંગ્લાદેાશની પાંચમી વિકેટ પાડી દીધી હતી. બીજી તરફ 100 રન પુરા થતા જ બાંગ્લાદેશની છઠ્ઠી વિકેટ અભિષેક દાસ તરીકે પડી હતી. તેણે સુશાંત મિશ્રાએ ત્યાદીને કેચ અપાવો.


ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી દીધા અશ્લિલ વીડિયો, વિગતો જાણીને પુરુષો પણ થશે શરમથી પાણીપાણી
છઠ્ઠી વિકેટ પડ્યા બાદ પરવેઝ હુસૈન ઇમોન મેદાન પર પરત બેટિંગ કરવા માટે આવ્યો જે રિટાયર થઇને પેવેલિયન પરત ફરી ગયા હતા. અહીંથી ફરી એકવાર ભાગીદારી થતી જોવા મળી. પરંતુ ભારતીય ટીમમાં મેચ ત્યારે પણ યથાવત્ત રહી. 32મી ઓવરમાં 143નાં સ્કોર પર ઇમોનને યશસ્વી જાયસવાલે આઉટ કર્યો અને ભારત ફરી એકવાર હાવી થયું. આ અગાઉ યશસ્વી જયસ્વાલ (88)ની સંઘર્ષપુર્ણ રમત છતા ભારત 177 રનનો સ્કોર જ બનાવી શક્યા. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી અને ટીમે 9 રનની અંદર જ દિવ્યાંશ સક્સેના (2) એ વિકેટ ગુમાવી દીધી. ત્યાર બાદ જયસ્વાલ અને તિલક વર્મા (38)ની બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરીને ભારતને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.


અંડરકન્સ્ટ્રક્શન હોટેલમાં ઉંચાઈથી ધબ દઈને મહિલા પડી નીચે, કલાકો સુધી રઝળતો રહ્યો મૃતદેહ
જો કે ત્યારે તિલક પણ આઉટ થઇ ગયો. તિલકે 65 બોલ પર ત્રણ ચોક્કા ફટકાર્યા. ત્યાર બાદ ભારતીય ટીમ નિયમિત અંતરાલ પર વિકેટ ગુમાવતી રહી. જો કે જયસ્વાલે એક છેડો સંભાળી રાખ્યો. જયસ્વાલ જ્યા સુધી વિકેટ પર એવી રીતે લાગેલો રહ્યો હતો કે ભારતીય ટીમ 225ની આસપાસ સુધી પહોંચી જશે. જો કે જયસવાલ પણ ટીમનાં 156ના સ્કોર પર ચોખી વિકેટ તરીકે આઉટ થઇ ગયો. જયસવાલે 121 બોલ પર આઠ ચોક્કા અને એક છગ્ગો ફટકાર્યો. તેના આઉટ  થયા બાદ ટીમ કંઇ ખાસ કરી શકી નહોતી અને 177  રન સુધી જ પહોંચી ચુકી. કપ્તાન પ્રિયમ ગર્ગે સાત, ધ્રુવ જુરેલે 22, અથર્વ અંકોલકરે ત્રણ, રવિ બિશ્નોઇએ બે સુશાંત મિશ્રાએ ત્રણ અને આકાશ સિંહે અણનમ એક રન બનાવ્યો. બાંગ્લાદેશ તરફથી અવિશેક દાસે ત્રણ અને શારિફુલ ઇસ્લામ તથા તંજીમ હસન શાકિબે 2-2 વિકેટ જ્યારે રાકિબુલ હસને એક વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube