પુણેઃ 10 મેચમાં સાતમી જીત માટે ટોસ જીતનાર ગુજરાતની ટીમે ટોસ જીત્યા બાદ પ્રથમ ડિફેન્સ કરવાનો નિર્ણય કર્યો હતો.  પ્રથમ બેચમાં અક્ષય ભાંગર (2.48 મિનિટ)  બોનસ લેવામાં સફળ રહ્યો.  બીજી અને ત્રીજી બેચ બોનસ લઈ શકી નથી. પહેલા ટર્ન સુધીમાં રાજસ્થાને 20-2ની સરસાઈ મેળવી લીધી હતી. જવાબમાં રાજસ્થાનને બીજી બેચમાંઅક્ષય ગનપુલે (2.45 મિનિટ)એ બોનસ જીત્યું.  પ્રથમ હાફ સુધી સ્કોર 23-22 ગુજરાતની તરફેણમાં હતો.
 
જ્યારે ગુજરાત બીજી વખત ડિફેન્સ કરવાનો નિણર્ય લીધો ત્યારે રાજસ્થાને 2.14 મિનિટમાં તેની પ્રથમ બેચ આઉટ કર્યા બાદ 31-23ની લીડ મેળવી હતી.  બીજી બેચમાંથી, જોકે, સાગર પોતદાર (3.21 મિનિટ) ચાર બોનસ પોઈન્ટ લેવામાં સફળ રહ્યો.  ગુજરાતની ત્રીજી બેચમાંથી સુયશ ગરગેટ અને અભિનંદન પાટીલ અણનમ પરત ફર્યા હતા.  આમ રાજસ્થાને 13 પોઈન્ટની લીડ સાથે ત્રીજો ટર્ન પૂરો કર્યો હતો.
 
ગુજરાતે રાજસ્થાનની પ્રથમ બેચને 2.16 મિનિટમાં આઉટ કરીને સ્કોર 36-40 કરી દીધો હતો.  ત્યારબાદ તેને બીજી બેચમાંથી સુરેશ સાવંત અને યુવરાજ સિંહ સેંગરને આઉટ કરીને સ્કોર 40-40 સુધી લઈ ગયો પરંતુ ઋષિકેશ મુર્ચાવડે (2.412 મિનિટ)એ રાજસ્થાનને બોનસ આપીને રાજસ્થાનને આગળ કર્યું.  જોકે, તે આઉટ થતાં જ સ્કોર ફરી 42-42 થઈ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 રાજસ્થાનને બોનસ મળી શક્યું નહિ.  આવી સ્થિતિમાં ગુજરાતનું કામ  સરળ બની ગયું હતું અને તેઓ યલ્લા સતીશને આઉટ કરીને જીત સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયા.  બીજી તરફ, એક દિવસ અગાઉ ઓડિશાને હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવનાર રાજસ્થાનની ટીમને હાર સાથે વિદાય લેવી પડી હતી.


આ પણ વાંચોઃ IND vs HK: સૂર્યકુમાર યાદવ છવાયો, હોંગકોંગને હરાવી ભારતની સુપર-4માં એન્ટ્રી
 
અભિનંદન પાટીલ (8 પોઈન્ટ) ઉપરાંત નિલેશ પાટીલે (6 પોઈન્ટ) ગુજરાતની જીતમાં યોગદાન આપ્યું હતું પરંતુ સાગર પોતદાર (4 બોનસ પોઈન્ટ અને 1 એટેક પોઈન્ટ)ની પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ રાજસ્થાન માટે મઝહર જમાદારે સાત અને ભરત કુમારે છ પોઈન્ટ સાથે સૌથી વધુ સ્કોર કર્યો હતો, જેને 10 મેચમાં નવમી હારનો સામનો કરવો પડ્યો હતો.
 
આજે રાત્રે , દિવસની બીજી મેચમાં તેલુગુ વોરિયર્સ અને ઓડિશા જગરનોટ્સ વચ્ચે મુકાબલો થશે.
 
ગુજરાત જાયન્ટ્સ (23 પોઈન્ટ), ઓડિશા જગરનોટ્સ (21 પોઈન્ટ), તેલુગુ વોરિયર્સ (16 પોઈન્ટ) અને ચેન્નાઈ ક્વિક ગન્સ (15 પોઈન્ટ) પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે.


પ્લેઓફ તબક્કો 2 સપ્ટેમ્બરે એલિમિનેટર અને ક્વોલિફાયર 1 મેચો સાથે શરૂ થશે. જ્યારે ક્વોલિફાયર 2 બીજા દિવસે થશે.  ફાઈનલ 4 સપ્ટેમ્બરે રમાશે.
 
ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ખો-ખો લીગ- અલ્ટીમેટ ખો ખોને અમિત બર્મન દ્વારા ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે મળીને પ્રમોટ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube