નવી દિલ્હીઃ ક્રિકેટ, બેડમિન્ટન, કબડ્ડી, ફુટબોલની જેમ વધુ એક રમતની પ્રોફેશનલ લીગ શરૂ થવા જઈ રહી છે. આ લીગ ખો-ખોની છે. ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (કેકેએફઆઈ)એ મંગળવારે આ જાહેરાત કરી હતી. આ લીગનું નામ 'અલ્ટીમેટ ખો-ખો' હશે. અન્ય લીગની જેમ આ લીગ પણ ફ્રેન્ચાઇઝી આધારિત હશે. 21 દિવસની આ લીગમાં આઠ ટીમો 60 મેચ રમશે. આ લીગ ઓક્ટોબરમાં રમાશે. લીગમાં ઉતરી રહેલી ટીમોની જાહેરાત કરવામાં આવી નથી. લીગ માટે ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ડાબર સાથે કરાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં 2008માં ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ)ની શરૂઆત થઈ હતી. ત્યારબાદ દેશમાં લીગ આધારિત રમત ઝડપથી લોકપ્રિય બની છે. પાંચ વર્ષ પહેલા જ્યાં દેશમાં માત્ર બે લીગ રમાતી હતી. આજે તેની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. તેનજિંગ નિયોગીને ખો-ખોના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ અને કેકેએફઆઈના પૂર્વ અધ્યક્ષ રાજીવ મેહતા લીગના અધ્યક્ષ છે. 


ત્રણ ગ્રેડમાં વહેંચવામાં આવશે ખેલાડી
ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સુધાંશુ મિત્તલે જણાવ્યું કે, 8 ટીમોની આ લીગમાં દેશી અને વિદેશી ખેલાડી ઉતરસે. તેમાં સામેલ થનારા લોકલ ખેલાડીઓને ત્રણ ગ્રેડ એ, બી, સીમાં વહેંચવામાં આવશે. નવા ખેલાડીઓની અલગ શ્રેણી હશે. ખો-ખોની એક ટીમમાં 12 ખેલાડીઓ હોય છે. તેમાંથી 9ને રમવાની તક મળે છે. 


નેશનલની સાથે-સાથે સ્ટેટ લેવલ પણ થશે લીગ
સુધાંશુ મિત્તલે તે પણ કહ્યું કે અલ્ટીમેટ ખો-ખો બાકી અન્ય રમતોથી ખૂબ અલગ અને વ્યાપક હશે. તેમણે કહ્યું કે, આ લીગને ન માત્ર નેશનલ લેવલ પર, પરંતુ સ્ટેટ લેવલ પર પણ કરાવવાની યોજના છે. લીગના  મુકાબલા દિલ્હી અને મહારાષ્ટ્રમાં હશે. આ સિવાય ફ્રેન્ચાઇઝી ટીમોના આધાર પર પણ અન્ય વેલ્યૂ નક્કી થશે. 


8 થી 10 દેશોના ખેલાડીઓ ભાગ લેશે
કેકેએફઆઈ પ્રમાણે ખો-ખો લીગમાં ભારત સિવાય અન્ય 8 થી 10 દેશોના ખેલાડી ઉતરી શકે છે. તેમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ કોરિયા, ઈરાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના ખેલાડી સામેલ છે. દરેક ટીમમાં 10 ટકા વિદેશી ખેલાડી હશે. લીગમાં દેશના અન્ડર-18 ખેલાડીઓને પણ તક આપવામાં આવશે. 


ખેલ મંત્રાયલે આપી શુભકામનાઓ
ખો-ખો લીગને મંગળવારે દિલ્હીમાં લોન્ચ કરવામાં આવી હતી. આ તકે ડાબર ઈન્ડિયા લિમિટેડના ઉપાધ્યક્ષ અમિત બર્મન પણ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ વીડિયો ચેટના માધ્યમથી લીગને શુભકામનાઓ આપી હતી. ખો-ખો વિશ્વના લગભગ 20 દેશોમાં રમાઈ છે. તેમાં વધુ એશિયન દેશ છે.