ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવા પર ગુસ્સે થયો ઉમર અકમલ, ટ્રેનરની સામે ઉતાર્યા કપડા
એટલું જ નહીં તેણે ટ્રેનરની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. તેણે કપડા ઉતારીને ટ્રેનર પર ગુસ્સે થતાં પૂછ્યું- દેખાડો ફેટ ક્યાં છે? ફિટનેસ લેનારી ટીમે તેની ફરિયાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ વ્યવહાર માટે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
કરાચીઃ આંતરરાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઉમર અકમલ (umar akmal) પર ગંભીર આરોપ લાગ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે ઉમરે નેશનલ ક્રિકેટ એકેડમીમાં લેવાયેલી ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા બાદ કંઇક એવું કર્યું જે તેને મોટું નુકસાન પહોંચાડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ફિટનેસ ટેસ્ટ દરમિયાન ઉમર અકમલના શરીરમાં ફેટ મળ્યા, જેમાં તે ફેલ રહ્યો. આ વાતથી ગુસ્સે થયેલા અકમલે ટ્રેનરની સાથે પોતાના બધા કપડા ઉતારી દીધા હતા.
એટલું જ નહીં તેણે ટ્રેનરની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. તેણે કપડા ઉતારીને ટ્રેનર પર ગુસ્સે થતાં પૂછ્યું- દેખાડો ફેટ ક્યાં છે? ફિટનેસ લેનારી ટીમે તેની ફરિયાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ વ્યવહાર માટે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે અને આગામી ઘરેલૂ સિઝનમાંથી પણ બહાર રાખવામાં આવી શકે છે. બીજીતરફ ઉમરનો મોટો ભાઈ કામરાન અને પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટ પણ ટેસ્ટમાં ફેલ થઈ ગયો છે.
આવું પહેલીવાર નથી જ્યારે ઉમર પોતાના ખરાબ વ્યવહારને કારણે ચર્ચામાં છે. આ પહેલા પણ તે વિવાદોમાં રહી ચુક્યો છે. વર્ષ 2017માં ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તેને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો હતો. તે સમયે ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવા પર અકમલ વિરુદ્ધ તત્કાલિન કોચ મિકી આર્થરે કાર્યવાહી કરી હતી.
તેની સાથે જોડાયેલા બીજા સમાચાર છે કે ઉમર સિવાય કામરાન અકમલ અને સલમાન બટ્ટ પણ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઈ ગયા છે. હકીકતમાં, કામરાનને ઘણીવાર ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો, પરંતુ તે સતત બહાના બનાવતો રહ્યો હતો. આખરે 28 જાન્યુઆરીએ તે એકેડમી પહોંચ્યો તો ટેસ્ટમાં ફેલ થઈ ગયો હતો. આ સિવાય બટ્ટે તો ફિટનેસ ટેસ્ટ પૂરી ન કરી અને તે અધવચ્ચે છોડીને ચાલી નિકળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તેના પર પણ કાર્યવાહી થઈ શકે છે.
કોહલીની ટીમ ઇમરાનની આગેવાની વાળી પાકિસ્તાનની યાદ અપાવે છેઃ સંજય માંજરેકર
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ખેલાડીઓને પીસીબીનો કોન્ટ્રાક્ટ મળ્યો નથી અને ન તો તેની ઘરેલૂ ટીમે કરાર કર્યો છે. આ ત્રણેય ખેલાડી કોઈપણ કોન્ટ્રાક્ટ વગર પોત-પોતાની ટીમ માટે રમી રહ્યાં છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube