નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજો અને અંતિમ ટી-20 મુકાબલો 11 નવેમ્બર (રવિવાર) ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ મેચ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ પહેલા સિદ્ધાર્થ કૌલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા શ્રેણીના પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી ચુકી છે. તેવામાં પસંદગીકારો કેટલાક યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ શુક્રવારે ત્રીજી મેચ માટે ટીમની જાહેરાત કરતા જણાવ્યું કે, ત્રીજી મેચ માટે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા ત્રણ બોલરોને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. 


ત્રણ ટી20 મેચની આ શ્રેણીનો પ્રથમ મેચ કોલકત્તામાં રમાયો, જ્યાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો. ત્યારબાદ બીજો મેચ લખનઉમાં રમાયો. ટીમ ઈન્ડિયાએ રોહિતની શાનદાર સદીની મદદથી 71 રનથી મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. 


Women's World T20: વિન્ડિઝમાં વિશ્વકપનો પ્રારંભ, કુલ 10 ટીમો વચ્ચે રમાશે 23 મેચ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


ત્રીજી ટી-20 માટે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક (વિકી), મનીષ પાંડે, શ્રેયસ અય્યર, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, શાહબાજ નદીમ, સિદ્ધાર્થ કૌલ. 


WWT20: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર, રાત્રે 8.30 કલાકે શરૂ થશે મેચ