IND vs SA: ટીમ ઈન્ડિયાને ઝટકો, બુમરાહ ટેસ્ટ સિરીઝમાથી બહાર, ઉમેશ યાદવને મળી તક
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પીઠના નિચલા ભાગમાં સામાન્ય ફ્રેક્ચરને કારણે તે આગામી ટેસ્ટ સિરીઝમાં રમશે નહીં.
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ માટે 25 વર્ષના જસપ્રીત બુમરાહના સ્થાને ઉમેશ યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. T20I સિરીઝ 1-1થી બરોબર કરી આફ્રિકી ટીમે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા પર દબાવ બનાવી લીધો છે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં રમાશે.
15 સભ્યોની ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, ઋિદ્ધિમાન સાહા, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગિલ.