નવી દિલ્હીઃ ભારતીય અન્ડર-19 ટીમે શાનદાર બોલિંગની મદદથી ફાઇનલ મુકાબલામાં બાંગ્લાદેશને હરાવીને સાતમી વખત એશિયા કપનું (Asia Cup) ટાઇટલ પોતાના નામે કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 106 રન બનાવ્યા હતા પરંતુ આકાશ અને અથર્વએ શાનદાર બોલિંગ કરતા બાંગ્લાદેશને (IND vs BAN) માત્ર 101 રનમાં ઓલઆઉટ કરીને ટીમને 5 રને વિજય અપાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે રેકોર્ડ સાતમી વખત અન્ડર 19 એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશને 101 રને ઓલઆઉટ કરીને 5 રને મેચ પોતાના નામે કરી હતી. આ યૂથ ક્રિકેટમાં અત્યાર સુધીના સૌથી નાના સ્કોરનો બચાવ કરતા કોઈપણ ટીમને જીત મળી છે. 


આકાશ અને અથર્વની શાનદાર બોલિંગ
ટીમ ઈન્ડિયાને એશિયા કપનું ટાઇટલ અપાવવામાં આકાશ સિંહ અને અથર્વ અનકોલેકરે મહત્વની ભૂમિકા ભજવી હતી. બંન્ને બેટ્સમેનોએ નાના સ્કોરનો બચાવ કરીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. અથર્વએ 8 ઓવરમાં 28 રન આપીને 5 વિકેટ હાસિલ કરી જ્યારે આકાશે 5 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

કેપ્ટન કોહલીની સાથે કેટલાક યુવા શરૂ કરશે વિશ્વ ટી20ની તૈયારીઓ


ભારતીય ટીમ માત્ર 106 રનમાં ઓલઆઉટ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી અને ટોપ ત્રણ બેટ્સમેન બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. ભારતે માત્ર 8 રન સુવેદ પારકર, અર્જુન આઝાદ અને તિલક વર્માની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન ધ્રુવ જુરેલે 57 બોલ પર 33 રન બનાવ્યા અને કરણ લાલે 43 બોલમાં 37 રન ફટકારીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.